એમ્પાયર લાઇન, A-લાઇન અને સ્ટ્રેટ-કટ જેવા ડ્રેસિસને સરખી રીતે સ્ટાઇલ કરવામાં આવે તો પ્લસ સાઇઝ ધરાવતી મહિલાઓને કમ્ફર્ટની સાથે ફૅશનેબલ પણ ફીલ કરાવશે
સ્ટાઇલિશ વન-પીસ
હવે ફૅશન માત્ર ફિટ અને કર્વી બૉડી ધરાવતી યુવતીઓ પૂરતી જ નથી રહી, દરેક બૉડી-ટાઇપ માટે સુંદર અને કૉન્ફિડન્ટ દેખાવા માટે સમયની સાથે અપગ્રેડ થઈ રહી છે. પ્લસ સાઇઝ ધરાવતી યુવતીઓને આજે પણ વન-પીસ કે રિવીલિંગ આઉટફિટ પહેરવામાં ખચકાટનો અનુભવ થતો હોય છે અને જો તે પહેરે તો અનકમ્ફર્ટેબલ ફીલ કરતી હોય છે, પણ તેમના બૉડી-શેપ અને બૉડી-ટાઇપને ધ્યાનમાં રાખીને જો વન-પીસની પસંદગી કરવામાં આવે તો તેઓ પણ ફૅશનેબલ અને સ્ટાઇલિશ દેખાઈ શકે છે. પ્લસ સાઇઝની યુવતીઓએ કેવા પ્રકારના વન-પીસ પહેરવા, એ પહેરતી વખતે શું ધ્યાન રાખવું અને એને સ્ટાઇલ કઈ રીતે કરવા એ વિશે સાયનમાં રહેતાં અને ખાસ કરીને પ્લસ સાઇઝની યુવતીઓની ફૅશન માટે કામ કરતાં ૨૩ વર્ષનો અનુભવ ધરાવતાં ફૅશન-ડિઝાઇનર રુત્વી સોમૈયા પાસેથી જાણીએ.
A-લાઇન ડ્રેસ
A-લાઇન ડ્રેસ વેસ્ટથી ફ્લેરઆઉટ થાય છે એટલે કે થોડો ઘેર હોય છે. જે યુવતીઓને કમરનો ભાગ વધુ હોય તેમના માટે A-લાઇન ડ્રેસ સૂટેબલ ઑપ્શન છે. આ ડ્રેસ કૉટન, રેયૉન, પૉલિએસ્ટર અને ડેનિમ જેવાં ફૅબ્રિકમાં સહેલાઈથી મળી જશે અને તમારા લુકને પણ એન્હૅન્સ કરશે.
ADVERTISEMENT
સ્લીવલેસ ડ્રેસ છે વર્સટાઇલ
પ્લસ સાઇઝની યુવતીઓના હાથ જાડા હોવાથી તેઓ સ્લીવલેસ પહેરવાનું પણ ટાળતી હોય છે. એને ટાળવા કરતાં ડીસન્ટ લુક આપે એવા સ્લીવલેસ વન-પીસની પસંદગી કરવામાં આવે તો એ તમારા લુકને વર્સટાઇલ બનાવશે. સ્લીવલેસ ડ્રેસ પહેરતી વખતે એટલી ખાતરી કરવી કે સ્ટ્રૅપ્સ વાઇડ હોય. વાઇડ સ્ટ્રૅપ્સ ડીસન્ટ અને સ્ટેબલ લુક આપે છે. પ્લસ સાઇઝની બૉડી માટે સ્ટ્રૅપલેસ ડ્રેસ ટાળવા યોગ્ય રહેશે, કારણ કે એ બસ્ટ લાઇનને સપોર્ટ કરતા નથી અને એનાથી લુક પણ સારો દેખાતો નથી.
એમ્પાયર લાઇન ડ્રેસ
પ્લસ સાઇઝ ધરાવતી યુવતીઓએ કોઈ પણ ડ્રેસની પસંદગી કરતાં પહેલાં બૉડી-શેપ અને બૉડી-ટાઇપને જાણી લેવી બહુ જ જરૂરી છે. પ્લસ સાઇઝ હોવા છતાં ડર વગર સૂટ થાય એવા આઉટફિટ્સની પસંદગી કરીએ તો ડ્રેસિંગમાં અલગ જ આત્મવિશ્વાસ જોવા મળે છે. એમ્પાયર લાઇન ડ્રેસ એમાંનો એક છે. આ ડ્રેસ બૉડીના મિડસેક્શનને છુપાવે છે. એટલે પેટ અને બેલીનાં ટાયર્સ દેખાતા નથી. આ ડ્રેસ દરેક પ્રકારની બૉડી-ટાઇપ પર બંધ બેસી જાય છે. પ્લસ સાઇઝની યુવતીઓ માટે એમ્પાયર લાઇન ડ્રેસ બહુ જ સારો વિકલ્પ બની શકે છે.
સ્ટ્રક્ચર્ડ ડ્રેસ
પ્લસ સાઇઝની યુવતીઓને કૂલ દેખાવું હોય અને કમ્ફર્ટ પણ જોઈતું હોય તો સ્ટ્રક્ચર્ડ વન-પીસ બહુ સારું લાગશે. સ્ટ્રક્ચર્ડ ડ્રેસ સ્ટિફ લુક આપે છે અને બૉડીની લાઇનને સુધારે છે. એ વેસ્ટ અને બસ્ટને ડિફાઇન કરે છે અને શોલ્ડર તથા હિપ્સને પણ બૅલૅન્સ રાખે છે. આ સાથે બૉડીના ટાયર્સને પણ સ્ટાઇલ સાથે કવર કરે છે. ક્લીન સિલાઈ હોવાથી બૉડીને એક ચોક્કસ આકાર આપે છે. આ ડ્રેસ પણ રેક્ટૅન્ગ્યુલર અથવા સ્ક્વેર શેપ બૉડી હોય એ યુવતીઓ પર જ સારા લાગશે.
યુઝફુલ ટિપ્સ
ડ્રેસિંગમાં નેકલાઇન બહુ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. V નેક તમારી બસ્ટલાઇનને બૅલૅન્સ કરે છે. જેના મોટા બસ્ટ, બ્રૉડ શોલ્ડર અને ગોળ મોઢું હોય એવી યુવતીઓએ V નેકવાળા વન-પીસ પહેરવાં જોઈએ.
ચહેરો મોટો હોય અને પેટ દેખાતું હોય એવી યુવતીઓએ સ્કૂપ નેક એટલે કે ગોળાકાર નેકલાઇનવાળા વન-પીસ પહેરવા જોઈએ. એની સાથે સ્ટેટમેન્ટ નેકલેસ તમારા લુકને થોડો સ્લિમ બનાવશે.
ઇનકટ સ્ટાઇલના ડ્રેસ ખભાની લાઇનને હાઇલાઇટ કરે છે અને આર્મ્સને કટ કરે છે. આવી સ્ટાઇલ દેખાવમાં યુનિક અને સ્ટાઇલિશ લાગે છે. સ્લીવલેસ ડ્રેસ પહેરવાનું પસંદ કરો તો ઇનકટ સ્ટાઇલના ડ્રેસ પ્લસ સાઇઝની યુવતીઓ માટે બેસ્ટ ચૉઇસ બની શકે છે, પણ જો આર્મ્સ વધુ મોટા હોય તો આ ડ્રેસ ન પહેરવામાં જ તમારી ભલાઈ છે.
જો તમારી વેસ્ટ લાઇનમાં ટાયર્સ દેખાતાં હોય તો એમ્પાયર લાઇનની સાથે ફિન્ચ બેલ્ટ પણ સારો વિકલ્પ છે, કારણ કે ફિન્ચ બેલ્ટ વેસ્ટને ડિફાઇન કરે છે અને બૉડીમાં કર્વ દેખાડે છે.
ઘણી યુવતીઓને શોલ્ડર્સ કે આર્મ્સ એક્સપોઝ કરવામાં કમ્ફર્ટેબલ ફીલ ન થાય તો કાર્ડિગન કે લાઇટવેઇટ જૅકેટ પહેરી શકાય. એ પર્સનલ સ્ટાઇલિંગમાં નવો એલિમેન્ટ ઍડ કરે છે અને નવો લુક આપે છે.
પ્લસ સાઇઝ બૉડી ધરાવતી યુવતીઓએ મરૂન, નેવી બ્લુ, બ્લૅક અને બ્રાઉન જેવા ડાર્ક કલર્સની પસંદગી કરવી જોઈએ કારણ કે ડાર્ક કલર્સ બૉડીને વિઝ્યુઅલી સ્લિમ બનાવે છે.
વન-પીસ પહેરવાની સાથે બ્રાઇટ કલર્સની લિપસ્ટિક અને સ્ટેટમેન્ટ જ્વેલરી લુકને વધુ યુનિક બનાવશે.
પ્લસ સાઇઝની યુવતીઓનું પોશ્ચર ખરાબ હશે તો ગમેએટલાં સારાં કપડાં પહેર્યાં પછીયે સારાં નહીં લાગી શકે. તેથી તમારી ઊભા રહેવાની અને બેસવાની રીત ફૅશન- સ્ટાઇલિંગને પ્રભાવિત કરી શકે છે. નિયમિત એક્સરસાઇઝ ફિટ રહેવા માટે જ નહીં પણ સારું ફીલ કરવા માટે પણ જરૂરી છે.

