વૈશ્વિક અશાંતિ અને યુદ્ધનાં એંધાણ વચ્ચે પણ મુંબઈની પ્રૉપર્ટી-માર્કેટમાં તેજી : ગયા વર્ષની સરખામણીએ પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન રેવન્યુમાં ૧૪ ટકાનો વધારો
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૫ના પ્રથમ ૬ મહિનામાં મુંબઈની પ્રૉપર્ટી-માર્કેટમાં તેજી જોવા મળી છે. દેશમાં અને વિશ્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવા છતાં મુંબઈમાં પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશનમાં વધારો નોંધાયો છે. આ વર્ષે જાન્યુઆરીથી જૂન દરમ્યાન કુલ ૭૫,૬૭૨ રજિસ્ટ્રેશન થયાં છે જેમાંથી ૬૬૯૯ કરોડ રૂપિયાની રેવન્યુ મળી છે.
ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (IGR)ના લેટેસ્ટ ડેટા મુજબ ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન દરમ્યાન થયેલાં પ્રૉપર્ટી-રજિસ્ટ્રેશનની સરખામણીએ આ વર્ષે ૪ ટકાનો વધારો થયો છે, જ્યારે પ્રૉપર્ટી-રજિસ્ટ્રેશનમાંથી મળતી રેવન્યુમાં ૧૪ ટકાનો વધારો થયો છે. એ સૂચવે છે કે હાઈ-ટિકિટ એટલે કે પ્રીમિયમ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન આ વર્ષે વધ્યું છે.

