મીઠીબાઈ કૉલેજની નજીકમાં આવેલા ‘બ્રધર્સ વૉફલ્સ’માં મળે છે બાઉલ કેક
બ્રધર્સ વૉફલ્સ, MCGM પાર્કિંગ લેન, ઇર્લા, વિલે પાર્લે (વેસ્ટ)
એક સમયે ડિઝર્ટ લંચ અથવા ડિનર પછી લેવામાં આવતું હતું પરંતુ હવે જ્યારે મન થઈ જાય ત્યારે ડિઝર્ટ ખાઈ લેવાનું એવું થઈ ગયું છે અને સ્વાભાવિક રીતે જ્યારે બહાર આટલીબધી વરાઇટીનાં ડિઝર્ટ મળતાં હોય તો પછી કોને ખાવાની ઇચ્છા ન થાય? આવાં ડિઝર્ટની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે, જે છે બાઉલ કેક જે વિલે પાર્લેમાં મળી રહી છે.
નટેલા વૉફલ્સ
ADVERTISEMENT
વિલે પાર્લેમાં મીઠીબાઈ કૉલેજની નજીકમાં બ્રધર્સ વૉફલ્સ આવેલું છે જેની પાસે ડિઝર્ટમાં ઘણાબધા વિકલ્પો છે. વૉફલ્સ તો અહીંની સ્પેશ્યલિટી છે. કૉલેજ સ્ટુડન્ટ્સનું આ ફેવરિટ સ્પૉટ છે. અહીં સિટિંગની પ્રૉપર કહી શકાય એવી વ્યવસ્થા નથી છતાં કમ્ફર્ટેબલ પ્લેસ છે. વૉફલ્સમાં ડઝન કરતાં પણ વધુ વરાઇટી છે જેમ કે મલબરી, ચોકો બ્રાઉની, ઓરિયો હેવન, મિની વૉફલ્સ વગેરે. આ સિવાય પૅન કેકમાં પણ એટલી જ વરાઇટી છે. આઉટલેટ પર ડીટેલ્ડ મેનુ કાર્ડ હોય છે જેમાં કઈ-કઈ વસ્તુનો ઉપયોગ કરીને ડિઝર્ટ બનાવવામાં આવ્યું છે એની સવિસ્તર માહિતી પણ આપવામાં આવેલી છે. બીજું એ કે અહીં બાઉલ કેક મળી રહી છે જેને એક યુનિક ડિઝર્ટ તરીકે ગણી શકો છો. સિંગલ સર્વિંગ અને ડબલ સર્વિંગ સાઇઝમાં એ મળે છે જેમાં ઓરિયોથી લઈને સ્ટ્રૉબેરી, મલબરી, બ્રાઉની સુધીની બાઉલ કેક મળે છે. અત્યારે મૅન્ગો સીઝન ચાલે છે ત્યારે અહીં મૅન્ગોમાંથી બનતી અને અલગ-અલગ ફ્યુઝન સાથેની બાઉલ કેક ઑફર થઈ રહી છે. મૅન્ગો ઉપરાંત કિટકૅટ નટેલા બાઉલ કેક પણ ટ્રાય કરવા જેવી છે.
અલ્ફાન્ઝો મૅન્ગો બાઉલ કેક (સિંગલ સર્વિંગ સાઇઝ)
ક્યાં મળશે? : બ્રધર્સ વૉફલ્સ, MCGM પાર્કિંગ લેન, ઇર્લા, વિલે પાર્લે (વેસ્ટ)

