Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દાદરથી પવઈ જતી ૧૪ વર્ષની ટીનેજરને હેરાન કરનારા ઉબર કૅબના ડ્રાઇવરની ધરપકડ

દાદરથી પવઈ જતી ૧૪ વર્ષની ટીનેજરને હેરાન કરનારા ઉબર કૅબના ડ્રાઇવરની ધરપકડ

Published : 17 May, 2025 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉબરના ડ્રાઇવરે ટીનેજરની સતામણી કરતાં દાદર પોલીસ-સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી અને આખરે ૨૩ વર્ષના ઉબરના ડ્રાઇવરને ઝડપી લેવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


દાદરમાં આયોજિત કરાયેલા સમર-કૅમ્પમાં ભાગ લેવા ગયેલી ૧૪ વર્ષની ટીનેજર માટે તેના પપ્પાએ દાદરથી પવઈના ઘરે જવા માટે ઉબર કૅબ બુક કરી હતી, પણ ઉબરના ડ્રાઇવરે ટીનેજરની સતામણી કરતાં દાદર પોલીસ-સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી અને આખરે ૨૩ વર્ષના ઉબરના ડ્રાઇવરને ઝડપી લેવામાં આવ્યો હતો.


આ ઘટના મંગળવારે સાંજે ૪.૩૦ વાગ્યે બની હતી. ટીનેજરને લઈને ઉબરનો ટૅક્સી-ડ્રાઇવર શ્રેયાંશ પાંડે પવઈ જવા નીકળ્યો હતો, પણ તેણે એકલી ટીનેજરને જોઈને રૂટ ચેન્જ કરી નાખ્યો હતો એમ જણાવતાં દાદરના એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘આરોપી સતત ટીનેજરને જોતો રહેતો હતો. તેણે ટીનેજરનો ફોન જોવા માગ્યો હતો અને એમ કરતી વખતે તેને અણછાજતો સ્પર્શ પણ કર્યો હતો. એ સિવાય તેણે મેઇન રોડ છોડીને નાની-નાની ગલીઓમાંથી ટૅક્સી કાઢી અને ત્યાર બાદ ટૅક્સી ઈસ્ટર્ન એક્સપ્રેસ પર લઈ ગયો હતો. તેણે ટીનેજરને પૂછ્યું હતું કે તારે સિગારેટ પીવી છે? તને લાઉડ મ્યુઝિક સાંભળવાનું ગમશે? એ ડ્રાઇવ કરતાં-કરતાં સતત તેને જોતો હતો એને લીધે ટીનેજર અનકમ્ફર્ટેબલ ફીલ કરતી હતી. તેણે ઈસ્ટર્ન એક્સપ્રેસ પર એક નિર્જન જગ્યાએ ટૅક્સી રોકી હતી અને કહ્યું કે ટૅક્સીમાં ફૉલ્ટ આવ્યો છે. જોકે એ પછી ટૅક્સી ચાલુ કરી હતી. તેના બદઇરાદાની ગંધ આવતાં ટીનેજરે પપ્પાને ફોન કરીને જાણ કરતાં પપ્પાએ કહ્યું કે જ્યાં છે ત્યાં ટૅક્સી રોકીને ઊતરી જા. જોકે ડ્રાઇવરે એમ છતાં ટૅક્સી ન રોકતાં ટીનેજરના પપ્પાએ ડાયરેક્ટ ટૅક્સી-ડ્રાઇવર સાથે વાત કરીને ટીનેજરને ઉતારી દેવા કહ્યું. ત્યારે તેણે કહ્યું કે હું ટીનેજરને પવઈ છોડી દઉં છું અને એમ કહીને ટીનેજરને ઘરે ન છોડતાં એ પહેલાં જ થોડે દૂર છોડીને નાસી ગયો હતો.’



પોલીસ-ફરિયાદ થતાં પોલીસે ઉબરમાંથી ડિટેઇલ કઢાવીને ઉબરના ડ્રાઇવર શ્રેયાંશ પાંડેને ઝડપી લીધો હતો અને ત્યાર બાદ તેની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2025 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK