હવે છોલેલી લિચીમાં કેરી અને માવાનું મિશ્રણ ભરી થોડી હલકા હાથેથી દબાવવી. એમ બધી લિચી સ્ટફ કરી લેવી. હવે એક પ્લેટમાં બધી લિચી ગોઠવવી. ઉપરથી ચેરી અને ગુલાબનાં પાનથી સજાવવું.
સ્ટફ્ડ લિચી
સામગ્રી : ૧૫થી ૨૦ નંગ લીચી, ૧૦૦ ગ્રામ મોળો માવો, ૧૦૦ ગ્રામ કેરીનો પલ્પ (પાકી), ૧૦થી ૧૫ બદામની કતરી, ૧ નંગ એલચીનો પાઉડર, ૩થી ૪ ચેરી, ગુલાબની પત્તી
રીત : લિચીને છોલી વચ્ચેથી બી કાઢી સાઇડમાં રાખવી. મોળો માવો લીધેલો એને કડાઈમાં થોડી વાર માટે શેકી લેવો. ઠંડો થયા પછી એમાં પાકી કેરીનો પલ્પ મિક્સ કરવો. બદામની કતરણ, એલચી પાઉડર મિક્સ કરીને રાખવાં. હવે છોલેલી લિચીમાં કેરી અને માવાનું મિશ્રણ ભરી થોડી હલકા હાથેથી દબાવવી. એમ બધી લિચી સ્ટફ કરી લેવી. હવે એક પ્લેટમાં બધી લિચી ગોઠવવી. ઉપરથી ચેરી અને ગુલાબનાં પાનથી સજાવવું.
ADVERTISEMENT
નોંધ : લિચીને થોડી વાર ફ્રિજમાં ઠંડી થવા દેવી. પછી ખાવાથી ખૂબ જ મજા આવે છે.
કિચન ટિપ્સ
ચોમાસામાં બટાટાને બગડતાં કઈ રીતે રોકશો?
ચોમાસામાં ભેજને કારણે બટાટાને જલદી બગડી જતા અટકાવવા માટે સૂકી અને ઠંડી જગ્યાએ રાખો. બટાટાને કાંદાની સાથે કે ફ્રિજમાં રાખવાની ભૂલ કરવી નહીં, નહીં તો એ જલદી ખરાબ થશે. બટાટાને અંકુરિત થતા રોકવા માટે એમાં લીમડાનાં પાન અથવા રૉક સૉલ્ટ મૂકો જેથી ભેજ શોષાઈ જાય અને એની શેલ્ફ-લાઇફ વધી જાય.

