અહીં શીખો ઉડિપી સ્ટાઇલ કાંદા-કોપરાનાં સમોસાં
કાંદા, કોપરાનાં સમોસાં
સામગ્રી : કાંદા, કોપરું (ફ્રેશ), જાડા પૌંઆ, આદું-મરચાં, મીઠું, આમચૂર પાઉડર, કોથમીર. સમોસાના પડ માટે ઘઉંનો લોટ અથવા મેંદો, રવો, મીઠું, મોણ માટે તેલ, કૉર્નફ્લોર, અજમો.
રીત : કાંદાને બારીક સુધારીને થોડું તેલ મૂકી સાંતળી લેવા. ઠંડા થાય એટલે એમાં ફ્રેશ કોકોનટનું છીણ નાખવું. જાડા પૌંઆ નાખવા. મીઠું, આદું-મરચાં અને આમચૂર પાઉડર નાખવો. કોથમીર નાખવી. જાડા પૌંઆ ચાળણીમાં પલાળીને રાખવા. પછી કાંદામાં મિક્સ કરવા. ઘઉંના લોટમાં રવો અને કૉર્નફ્લોર મિક્સ કરવા. મીઠું, તેલ, અજમો નાખીને લોટ બાંધવો. કાંદાવાળું સ્ટફિંગ ભરીને તળી લેવા.
ADVERTISEMENT
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


