બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસમાં સોમવારે ચાલુ બસમાં પાછળના વ્હીલ પાસે આગ ફાટી નીકળી હતી
બસમાં લાગેલી આગ પાછળથી કારમાં જઈ રહેલા મોટરિસ્ટોને દેખાતાં તેમણે કન્ડક્ટર અને ડ્રાઇવરને અલર્ટ કર્યા હતા.
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસમાં સોમવારે ચાલુ બસમાં પાછળના વ્હીલ પાસે આગ ફાટી નીકળી હતી. જોકે એની જાણ ડ્રાઇવરને નહોતી થઈ. બસની પાછળ કાર ડ્રાઇવ કરી રહેલી વ્યક્તિના ધ્યાનમાં એ બાબત આવતાં તેણે કન્ડક્ટર અને ડ્રાઇવરને એ વિશે જાણ કર્યા બાદ બસ રોકવામાં આવી હતી અને બસમાં જ રાખવામાં આવેલા ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ વધુ વકરે એ પહેલાં જ ઓલવી દેવાઈ હતી. મોડી રાતનો સમય હોવાથી બસમાં ખાસ કોઈ પૅસેન્જર નહોતા. એ બસ શિળફાટાથી કોપરખૈરણે જઈ રહી હતી ત્યારે મ્હાપે પાસે સોમવારે મધરાત બાદ ૧.૫૦ વાગ્યે બસમાં આગ લાગી હતી.


