મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં નદી પાર કરવાના પ્રયાસમાં ૩૫ વર્ષની મહિલા અને તેની પુત્રી તણાઈ ગયાં હતાં
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં નદી પાર કરવાના પ્રયાસમાં ૩૫ વર્ષની મહિલા અને તેની પુત્રી તણાઈ ગયાં હતાં. સોમવારે સવારે આ ઘટના બની હતી. સ્થાનિક સરકારી અધિકારી પાસેથી મળેલી માહિતી પ્રમાણે કૌશલ્યા અજય વાઘમારે અને તેની ૧૪ વર્ષની દીકરી રુક્મિણી ખેતરમાં જઈ રહ્યાં હતાં અને તિરુ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. જોકે એ જ સમયે નદીમાં જોરદાર પ્રવાહ આવ્યો હતો, જેને કારણે બન્ને તણાઈ ગયાં હતાં.


