Pune Nightlife Scam: પુણે નાઇટલાઇફ કૌભાંડ: મહિલાઓ પુરુષોને ઉચ્ચ કક્ષાની રેસ્ટોરાં તરફ લલચાવે છે, મોંઘી વસ્તુઓનો ઓર્ડર આપે છે અને ગાયબ થઈ જાય છે અને બિલ પર કમિશન કમાય છે. મુંબઈ- દિલ્હી એક સમયે સામાન્ય રહેલા નાઈટલાઈફ કૌભાંડો હવે પુણેમાં પણ સામે આવ્યા.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
પુણે નાઇટલાઇફ કૌભાંડ: મહિલાઓ પુરુષોને ઉચ્ચ કક્ષાની રેસ્ટોરાં તરફ લલચાવે છે, મોંઘી વસ્તુઓનો ઓર્ડર આપે છે અને ગાયબ થઈ જાય છે અને બિલ પર કમિશન કમાય છે.
મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સમયે સામાન્ય રહેલા નાઈટલાઈફ કૌભાંડો હવે પુણેમાં પણ સામે આવવા લાગ્યા છે.
ADVERTISEMENT
આ કાર્યપદ્ધતિ એકદમ સીધી છે, અમુક રેસ્ટોરાં મહિલાઓને ડેટિંગ એપ્સ પર જવા માટે કહે છે અને પુરુષોને મળવા માટે લલચાવે છે. ડેટ દરમિયાન, મહિલાઓ મોંઘી ફૂડ ડિશઝ અને ડ્રિંક્સ ઑર્ડર આપે છે, પછી કોઈ પત્તો ન લાગે તે રીતે ગાયબ થઈ જાય છે. આ મહિલાઓ સાથે ડેટ પર આવેલા પુરુષોને મોટા અને મોંઘા બિલ ચૂકવવા પડે છે અને જો બિલ ચૂકવવાની ના પાડવામાં આવે તો ઘણીવાર બાઉન્સરો દ્વારા દબાણ કરવામાં આવે છે. દરમિયાન, મહિલાઓ બિલની કુલ રકમ પર કમિશન મેળવે છે.
અહેવાલ મુજબ, સિદ્ધાર્થ નામના યુવકને એક મહિલાએ લાલચ આપીને વાઘોલીના લાઇફ ઑફ ડોરેન્સ ક્લબમાં લઈ ગઈ. મહિલાએ 19,597રૂ. નો દારૂ મંગાવ્યો, અને બિલ આવતાં તે વોશરૂમ જવાના બહાને ટેબલ પરથી નીકળી ગઈ. સિદ્ધાર્થે પાછળથી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન બંધ હતો. હૉટેલના મેનેજરે તેને બિલ ચૂકવવાની ધમકી પણ આપી.
અહેવાલ મુજબ, સિદ્ધાર્થના મિત્ર જગજીતને પણ તે જ મહિલાએ મેસેજ કર્યો. ફરીથી, તેને જગજીતને લાઇફ ઑફ ડોરેન્સમાં બોલાવ્યો. હવે, કૌભાંડની જાણ થતાં, જગજીતને વેઇટરે મહિલાનો ઑર્ડર ટેબલ પર મૂક્યા પછી ગ્લાસ તપાસવાનું નક્કી કર્યું. તે દારૂ નહીં પણ ઠંડા પીણાં હોવાનું બહાર આવ્યું. તે ફસાઈ ગઈ હોવાનું સમજ્યા પછી, મહિલા હૉટેલમાંથી ભાગી ગઈ.
અહેવાલ મુજબ, જગજીતે તાત્કાલિક પોલીસને ક્લબમાં બોલાવી અને કૌભાંડનો પર્દાફાશ કર્યો. આ સમય દરમિયાન, તેણે કહ્યું કે બાજુના ટેબલ પર બેઠેલી કેટલીક અન્ય છોકરીઓ પણ પકડાઈ જવાના ડરથી હૉટેલથી ભાગી ગઈ હતી.
દરમિયાન, ક્લબના માલિક અંકુશ દહાકેએ કોઈપણ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો છે. જો કે, પીડિતોએ પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમાર સમક્ષ ફરિયાદ નોંધાવી છે, જેમાં ક્લબ સામે કડક કાર્યવાહી અને મહિલાઓની કાર્યપદ્ધતિની તપાસની માગ કરવામાં આવી છે.
નક્કી કરેલી રેસ્ટોરાંમાં ચાલતી આ કૌભાંડની પદ્ધતિ ખુબજ ચતુરાઈથી રચવામાં આવી છે. કેટલાક રેસ્ટોરાં સ્પેશ્યલી યુવતીઓને ડેટિંગ એપ્લિકેશન્સ પર ફેક પ્રોફાઇલ અથવા પોતાની પ્રોફાઇલથી યુવકોને મળવા આમંત્રિત કરે. ત્યારબાદ, યુવતીઓને તેમની સાથે એક ડિનર ડેટ પ્લાન કરે. ડેટ શરૂ થાય પછી મહિલાઓ મોંઘી વાનગીઓ અને પ્રીમિયમ ડ્રિન્ક્સ ઑર્ડર કરે છે. ત્યારબાદ યુવતીઓ ત્યાંથી ભાગી જાય છે અને પુરુષોને બિલ ચૂકવવું પડે છે.

