બૉમ્બે હાઈ કોર્ટે ગેરકાયદે બિલ્ડિંગો વિરુદ્ધ કાર્યવાહીમાં ઢીલ થતી હોવાની ટકોર કર્યા બાદ અતિક્રમણની ટીમ અને વૉર્ડ ઑફિસર્સે થાણેમાં ગેરકાયદે બિલ્ડિંગોની તપાસ હાથ ધરી હતી.
થાણેમાં બિલ્ડિંગો
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેર અને પરાવિસ્તારના નવ વૉર્ડનાં કુલ ૧૨૪ ગેરકાયદે બિલ્ડિંગો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે બિલ્ડિંગોને તોડી પાડવાની પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવામાં આવશે. ૧૨૪માંથી ૧૭ બિલ્ડિંગો શીલ વિસ્તારમાં છે અને બીજાં ચાર બિલ્ડિંગો એની આસપાસના વિસ્તારોમાં છે. દીવામાં સૌથી વધારે ૨૮ બિલ્ડિંગો ગેરકાયદે હોવાનું જણાયું હતું. એમાં પણ ખાસ કરીને શીલ-ડાયઘર પટ્ટામાં, જે વિસ્તાર જરૂરી પરવાનગી વગર જ બિલ્ડિંગો બાંધવા માટે વિખ્યાત છે. બીજા નંબરે માજીવાડા છે જ્યાં ૨૦ બિલ્ડિંગો ગેરકાયદે છે. મુંબ્રામાં ૧૫ બિલ્ડિંગો અને વર્તકનગરમાં ૧૪ બિલ્ડિંગો ગેરકાયદે હોવાનું કૉર્પોરેશને નોંધ્યું હતું. બૉમ્બે હાઈ કોર્ટે ગેરકાયદે બિલ્ડિંગો વિરુદ્ધ કાર્યવાહીમાં ઢીલ થતી હોવાની ટકોર કર્યા બાદ અતિક્રમણની ટીમ અને વૉર્ડ ઑફિસર્સે થાણેમાં ગેરકાયદે બિલ્ડિંગોની તપાસ હાથ ધરી હતી.
રાજ્યના તમામ મૉલનું ૯૦ દિવસમાં ઑડિટ કરવાનો આદેશ
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ મૉલનું સેફ્ટી ઑડિટ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના ઉદ્યોગ વિભાગના પ્રધાન ઉદય સાવંતે આ અંગે વિધાનસભાના સત્રમાં માહિતી આપી હતી તેમ જ ૯૦ દિવસમાં તમામ મૉલનું સેફ્ટી ઑડિટ પૂરું કરવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો. જો કોઈ પણ મૉલમાં સુરક્ષાના નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નહીં હોય તો એનું વીજળી અને પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે એમ ઉદય સાવંતે ઉમેર્યું હતું.
આ મુદ્દે અત્યારે ચાલતા વિધાનસભાના ચોમાસુ સત્રમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે તેમ જ બીજા નેતાઓએ મૉલને આપવામાં આવતા નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ઇશ્યુ કરવામાં ગેરરીતિ થાય છે એના તરફ નિર્દેશ કર્યો હતો.
કોરોના અપડેટ
મુંબઈમાં ગઈ કાલે નવા ૩ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૧૦ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૬૮

