ક્રિકેટથી લઈને જીવન સુધીની દરેક બાબતની ચર્ચા કરતા હતા. જાયસવાલ દરરોજ રાતે લગભગ ચાર કલાક જો રૂટ સાથે બેસીને તેને પ્રશ્નો પૂછતો અથવા ધ્યાનથી સાંભળતો પણ હતો.
જો રૂટ, યશસ્વી જાયસવાલ
રાજસ્થાન રૉયલ્સના ડિરેક્ટર ઑફ ક્રિકેટ કુમાર સંગાકારાએ ભારતના યંગ ઓપનર યશસ્વી જાયસવાલ અને ઇંગ્લૅન્ડના અનુભવી બૅટર જો રૂટના સંબંધો વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. IPL ૨૦૨૩ દરમ્યાન જો રૂટે રાજસ્થાન માટે ત્રણ મૅચ રમી હતી, એ જ સીઝનમાં યશસ્વીએ ૧૪ મૅચમાં ૬૨૫ રન ફટકાર્યા હતા.
શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન સંગાકારા કહે છે કે ‘એ સમયે અમે યશસ્વીને ‘જોસ્વાલ’ કહીને બોલાવતા, કારણ કે તે ક્યારેય જો રૂટનો સાથ છોડતો નહોતો અને બધી જ વાત આત્મસાત કરતો હતો. તેઓ ફક્ત T20 વિશે જ વાત નહોતા કરતા, ક્રિકેટથી લઈને જીવન સુધીની દરેક બાબતની ચર્ચા કરતા હતા. જાયસવાલ દરરોજ રાતે લગભગ ચાર કલાક જો રૂટ સાથે બેસીને તેને પ્રશ્નો પૂછતો અથવા ધ્યાનથી સાંભળતો પણ હતો.’
ADVERTISEMENT
ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાજીનું રીયુનિયન
ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવને સોશ્યલ મીડિયા પર હાલમાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા સાથેનો ઍરપોર્ટનો ફોટો શૅર કર્યો હતો. દિલ્હીમાં જન્મેલા બન્ને પ્લેયર્સ બૅગ લઈને પોતાની ફ્લાઇટ તરફ આગળ વધતા હતા ત્યારે તેમની અચાનક મુલાકાત થઈ હતી. વર્ષો બાદ નેહરાજીને મળતાં જ ગબ્બરે ફોટો-પોસ્ટની કૅપ્શનમાં લખ્યું કે ‘OGs (ઓરિજનલ ગૅન્ગસ્ટર)
કો કેચપ કી ઝરૂર નહીં... બસ મિલતે હી સીન સેટ હો જાતા હૈ.’

