૧૨ મિનિટ પછી ઉતારીને એકદમ ઠંડું થવા દેવું. ઠંડું થાય એટલે થાળીની સાઇડમાં ચાકુ ફેરવીને આખો રોટલો કાઢી લેવો (ઢોકળાને પીસમાં કટ ન કરવા)
વેજી ઢોકળાં સુશી
સામગ્રી : ૨ કપ રવો, ૧ કપ દહીં, પાણી જરૂર મુજબ, મીઠું, તેલ, ૧ ટી-સ્પૂન ઇનો, ૧ ચમચી કાળાં તલ, પ્લાસ્ટિકની શીટ, પીત્ઝા પાસ્તાનો સૉસ, રેડ, ગ્રીન, યલો કૅપ્સિકમ લાંબાં સુધારવાં.
રીત : રવામાં દહીં મિક્સ કરીને ૧૦થી ૧૫ મિનિટ પલાળવો. ૧૫ મિનિટ પછી થીક લાગે તો થોડું પાણી નાખીને ઢોકળાનું બેટર રેડી કરવું. મીઠુ અને ઇનો નાખવો. બેટરનું થાળીમાં પતલું લેયર કરવું ને સ્ટીમ કરવા મૂકવું. ૧૦-૧૨ મિનિટ સ્ટીમ કરવું. ૧૨ મિનિટ પછી ઉતારીને એકદમ ઠંડું થવા દેવું. ઠંડું થાય એટલે થાળીની સાઇડમાં ચાકુ ફેરવીને આખો રોટલો કાઢી લેવો (ઢોકળાને પીસમાં કટ ન કરવા)
ADVERTISEMENT
૧ ચમચી તેલ કડાઈમાં મૂકવું અને ફાસ્ટ ગૅસ રાખીને ૧ મિનિટ માટે ૩ કૅપ્સિકમ સાંતળી લેવાં. મીઠું નાખવું. કૅપ્સિકમને ઠંડાં થવા દેવાં. પ્લાસ્ટિકની શીટ લેવી. તેલથી ગ્રીસ કરવી. ગ્રીસ કરીને એમાં કાળાં તળ પાથરવાં, ઉપર રોટલો મૂકીને પીત્ઝા પાસ્તાનો સૉસ લગાડવો, રોટલાની કૉર્નર પર સ્ટરફ્રાય કરેલાં કૅપ્સિકમ મૂકવાં. પછી હળવે હાથે ઢોકળાના રોટલાનો રોલ વાળવો. થોડી વાર ફ્રિજમાં મૂકવો. ઠંડો થાય એટલે કટ કરીને સર્વ કરવું.
-પુનિતા શેઠ

