Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જો પ્રયત્ન કરીએ તો હાર્ટ ફેલ્યરથી બચી શકાય ખરું

જો પ્રયત્ન કરીએ તો હાર્ટ ફેલ્યરથી બચી શકાય ખરું

Published : 07 May, 2025 03:23 PM | Modified : 08 May, 2025 07:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જે ઉંમરલાયક વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. બાકી અમુક જુદાં કારણોસર થતા જુદી પ્રકારનાં હાર્ટ ફેલ્યર પણ હોય છે જે યુવાનોમાં પણ જોવા મળી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


હાર્ટનું કામ છે ધબકતા રહેવાનું અને એના આ ધબકારથી સતત શરીરમાં લોહીનું પરિભ્રમણ શક્ય બને છે, જેને કારણે ઑક્સિજન અને જરૂરી પોષકતત્ત્વો શરીરમાં પાડી શકાય છે. આ હૃદયનું કાર્યક્ષેત્ર ગણાય. એક લાંબા ગાળાની અને સતત વધતી જતી તકલીફ એટલે હાર્ટ ફેલ્યર. જ્યાં હાર્ટના સ્નાયુ લોહીને આગળ વધારવામાં અસમર્થ બની જાય છે અને એને કારણે શરીરની જરૂરિયાત એટલે કે લોહી અને એના થકી પહોંચતો ઑક્સિજન પૂરો પાડવો શક્ય બનતો નથી. આ કામ ન કરી શકવાની અસમર્થતા એટલે જ હાર્ટ ફેલ્યર. જે ઉંમરલાયક વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. બાકી અમુક જુદાં કારણોસર થતા જુદી પ્રકારનાં હાર્ટ ફેલ્યર પણ હોય છે જે યુવાનોમાં પણ જોવા મળી શકે છે.


આપણે હાર્ટ ફેલ્યરને રોકી શકવાના નથી પરંતુ હાર્ટને ફેલ્યર સુધી જતું અટકાવી શકાય છે કે કહીએ તો એ ગતિ એકદમ ધીમી કરી શકાય છે અને એની સાથે જો ફેલ્યરનું નિદાન થઈ ગયું તો પણ એક સ્વાવલંબી સુખદ જીવન જીવી શકવામાં મદદ મળી શકે છે. આમ હંમેશાં હાર્ટ ફેલ એટલે માણસ ફેલ એવું નથી હોતું. સૌથી મહત્ત્વનું છે નિદાન, જે રેગ્યુલર ચેકઅપથી જ શક્ય બને છે. તમને કોઈ ચિહન દેખાતાં હોય કે ન દેખાતાં હોય, તમે ૬૦ વર્ષથી ઉપરના છો એટલા માટે જરૂરી છે કે દર વર્ષે તમે એક વાર આખા શરીરનું ચેકઅપ કરાવો જેમાં હાર્ટ માટે ફક્ત ટેસ્ટ કરાવો એટલું જ નહીં, પરંતુ એક વખત કાર્ડિયોલૉજિસ્ટ પાસે ક્લિનિકલ ચેકઅપ માટે પણ જવું જ.



અમુક વસ્તુ જે ટેસ્ટ દ્વારા નથી સમજાતી એ ઘણી વાર અનુભવી ડૉક્ટરના ચેકઅપ થકી સમજી શકાય છે. તમે ગમે તે ઉંમરના હો, તમને હાર્ટ પ્રૉબ્લેમ ન હોય તો પણ અને હોય તો અત્યંત જરૂરી છે લાઇફસ્ટાઇલમાં સુધાર. સ્મોકિંગ બંધ કરો, હેલ્ધી ખોરાક લેતાં શીખો અને દરરોજ એક્સરસાઇઝ કરો જ. ગાડી ગૅરેજમાં હશે તો ખબર કેમ પડશે કે બરાબર ચાલે છે કે નહીં. ફિઝિકલ ઍક્ટિવિટી વધારશો તો સમજાશે કે હાર્ટ કેવું ચાલે છે. એની સાથે-સાથે એની ક્ષમતા પણ વધશે. હાર્ટને સાબૂત રાખવા માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી અત્યંત જરૂરી છે. તમને ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલની તકલીફ છે તો એનો અર્થ એ નથી કે રેગ્યુલર દવા લઈ લીધી એટલે પતી ગયું. એ કન્ટ્રોલમાં રહે છે કે નહીં એ જોવું જરૂરી છે. ઘણી વખત લાંબા ગાળાથી આ રોગ ચાલ્યા આવતા હોય તો દરદી બેદરકાર થઈ જાય છે અને માપીને જોતા નથી કે તેમની આ તકલીફો કાબૂમાં છે કે નહીં. આ ત્રણેય વસ્તુ જેટલી કાબૂમાં રાખશો એટલું હાર્ટ લાંબું ચાલશે.


-ડૉ. લેખા પાઠક 


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK