આ ફીચરથી યુઝર્સ સ્નૅપચૅટ અને ઇન્સ્ટાગ્રામની જેમ વિડિયો-કૉલિંગમાં બૅકગ્રાઉન્ડ બદલી શકશે.
વૉટ્સઍપમાં ‘AR કૉલ ઇફેક્ટ્સ ઍન્ડ ફિલ્ટર્સ’ નામનું ફીચર
વૉટ્સઍપમાં ‘AR કૉલ ઇફેક્ટ્સ ઍન્ડ ફિલ્ટર્સ’ નામનું ફીચર શરૂ થયું છે. આ ફીચરથી યુઝર્સ સ્નૅપચૅટ અને ઇન્સ્ટાગ્રામની જેમ વિડિયો-કૉલિંગમાં બૅકગ્રાઉન્ડ બદલી શકશે. હાલમાં iOS યુઝર્સને આ ફીચરનો લાભ મળશે. ઍપ સ્ટોરમાં વૉટ્સઍપ અપડેટ પણ કરી દેવામાં આવ્યું છે. આ ફીચરમાં બૅકગ્રાઉન્ડ એડિટિંગ ટૂલ છે એની મદદથી આસપાસની વસ્તુઓને ધૂંધળી કરી શકાશે અને ઇચ્છા પ્રમાણે કસ્ટમાઇઝ કરી શકાશે. આની મદદથી કમ્યુનિટી ગ્રુપના ઍડમિનની ગુપ્તતા જળવાશે અને યુઝર્સ કમ્યુનિટી ગ્રિપમાં કોઈ ખાસ ગ્રુપને પણ ગુપ્ત રાખી શકશે.

