ઉદ્ધવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ગંભીર આરોપ કર્યા છે.
સંજય રાઉત
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્ક પર ભારતીય રિઝર્વ બૅન્કે પ્રતિબંધ મૂક્યા બાદ ૧૨૨ કરોડ રૂપિયાના આ કથિત ગોટાળામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ વિશે ઉદ્ધવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ગંભીર આરોપ કર્યા છે. સંજય રાઉતે કહ્યું હતું કે ‘દિવંગત યુનિયન લીડર જ્યૉર્જ ફર્નાન્ડિસે આ બૅન્કની સ્થાપના કરી હતી. એમાં કરોડો રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો છે ત્યારે BJPના નેતા તપાસની માગણી નથી કરતા કે પ્રેસ-કૉન્ફરન્સ નથી બોલાવતા. BJPના વિધાનસભ્યો આ કૌભાંડમાં સામેલ છે. તેમના દબાણમાં લોન આપવામાં આવી હતી. આ ગોટાળામાંથી જે બિલ્ડરોને રૂપિયા આપવામાં આવ્યા છે તેમનો સંબંધ BJP અને RSS સાથે છે. આ ગંભીર મામલો છે એટલે મુખ્ય પ્રધાને આ બાબતે જવાબ આપવો જોઈએ.’

