કિસ્સામાં તો દિવસ દરમ્યાન પણ પ્રાઇવસી શોધી કે ચોરી લેવામાં આવે, પણ લૉકડાઉનમાં તો એ પણ શક્ય નહોતું બન્યું અને એને લીધે મહત્તમ કપલ મેન્ટલી ડિસ્ટર્બ રહેવા માંડ્યાં હતાં.
પ્રતીકાત્મક તસવીર
ગયા મહિને મુંબઈનો એક યંગસ્ટર પોતાની વાઇફના કન્સલ્ટેશન માટે આવ્યો. હસબન્ડનું કહેવું હતું કે વાઇફને ડિપ્રેશનની અસર છે અને તે દરેક વાતે ઘરમાં કજિયો શરૂ કરી દે છે. થોડી ઇન્ક્વાયરી પછી ખબર પડી કે એ કપલ સાથે તેનાં ભાઈ-બહેન અને મમ્મી-પપ્પા સહિત સાત લોકો રહેતા હતા. જૉઇન્ટ ફૅમિલીમાં થતા ઝઘડાઓ નાના હોય, પણ એની ઇન્ટેન્સિટી આખી ફૅમિલી પર અસર છોડતી હોય છે. સાસુ સાથે બોલવાનું થયું હોય તો નણંદ પણ વચ્ચે બોલે અને દિયર પણ બોલે. કહેવાનો ભાવાર્થ એ કે હસબન્ડનું ટેન્શન સાચું હતું. વાઇફ સાથે વાત કરતાં પણ લાગ્યું કે તે પણ ડિપ્રેશનના બેઝિક સ્ટેજ પર તો હતી જ, પણ એ સ્ટેજ આવ્યું ક્યાંથી એ જાણવાની કોશિશ કરી તો મુદ્દો જુદો જ નીકળ્યો.
વાઇફ સાથે થતી વાતચીત દરમ્યાન વાઇફે કહ્યું કે ‘મૅરેજને એક જ વર્ષ થયું છે ત્યાં એવું બની ગયું છે કે અમે હસબન્ડ-વાઇફ માંડ મહિનામાં એકાદ વાર પ્રાઇવસી મેળવી શકીએ. એક રૂમ સાસુ-સસરાને જ આપવાનો અને બીજો રૂમ કોઈ ને કોઈ કારણોસર નણંદ કે દિયર દ્વારા રોકાયેલો હોય.’
ADVERTISEMENT
તમે જો જો, વાત કઈ છે અને ઇશ્યુ કઈ દિશાનો ઊભો થયો છે! સેક્સની જરૂરિયાત પણ માણસને સાઇકોલૉજિકલ ડિસ્ટર્બ કરી જાય જે અહીં પુરવાર થતું મેં જોયું એટલે હસબન્ડને સમજાવીને વાત કરી તો તેણે તો એવી દલીલ કરી કે અમે અત્યારે જુદા ન થઈ શકીએ અને પર્સનલ રૂમ મળે એવું મોટું ઘર અમે ખરીદી શકીએ એમ નથી. નાની રૂમ અને સંકડાશ વચ્ચે સેંકડો લોકો મુંબઈમાં જીવે જ છે અને મહદંશે આ પ્રશ્ન મોટા ભાગનાં કપલોને નડે છે. અમુક કિસ્સામાં તો દિવસ દરમ્યાન પણ પ્રાઇવસી શોધી કે ચોરી લેવામાં આવે, પણ લૉકડાઉનમાં તો એ પણ શક્ય નહોતું બન્યું અને એને લીધે મહત્તમ કપલ મેન્ટલી ડિસ્ટર્બ રહેવા માંડ્યાં હતાં.
એક વાત આપણે સમજવી જોઈએ કે જે રીતે પેટને ભૂખ લાગે છે એ જ રીતે શરીરની પણ પોતાની કેટલીક જરૂરિયાતો હોય અને એ જરૂરિયાત ત્યારે વધારે ઉત્તેજક બને જ્યારે તમારી પાસે પાર્ટનર એટલે કે હસબન્ડની અવેલિબિલિટી હોય. ઘર નાનું હોય એટલે વાઇફની ફિઝિકલ નીડ વિશે વિચારવું નહીં એ ખરેખર તો એક સ્ત્રી પર કરેલા શારીરિક જુલમ સમાન છે. અગવડ વચ્ચે સગવડ કેવી રીતે ઊભી કરવી એની આવડત હસબન્ડ કે પાર્ટનરમાં હોવી જ જોઈએ. ઘર નાનું છે તો દસ-પંદર દિવસે બે દિવસનું વેકેશન લો. અરે, મુંબઈમાં ને મુંબઈમાં જ હોટેલમાં રહેવા સ્ટેકેશન માણો, પણ વાઇફની નીડ જાણીને તેને ફિઝિકલી પણ પૂરતો સમય આપો.

