Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડોદરાના ૫૭ વર્ષના શિક્ષક સુનીલ પટેલે સાઇક્લિંગ કરીને ઇન્ડિયા બુક ઑફ રૅકોર્ડ્‍સમાં નામ નોંધાવ્યું

વડોદરાના ૫૭ વર્ષના શિક્ષક સુનીલ પટેલે સાઇક્લિંગ કરીને ઇન્ડિયા બુક ઑફ રૅકોર્ડ્‍સમાં નામ નોંધાવ્યું

Published : 21 April, 2026 02:12 PM | IST | Vadodara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૨ની બીજી જાન્યુઆરીથી ૨૦૨૬ની ૧૨ ફેબ્રુઆરી સુધી સતત ૧૨૩૦ દિવસ સુધી સાઇક્લિંગ કરીને સ્થાપ્યો રેકૉર્ડ : દરરોજ ઘરથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે જાય છે સાઇકલ પર : દરરોજ ૫૦ કિલોમીટર ચલાવે છે સાઇકલ

સાઇકલ ચલાવતા સુનીલ પટેલ

સાઇકલ ચલાવતા સુનીલ પટેલ


વડોદરામાં રહેતા ૫૭ વર્ષના શિક્ષક સુનીલ પટેલે સાઇક્લિંગ ક્ષેત્રે સિદ્ધિ મેળવી છે. તેમણે દરરોજ ૫૦ કિલોમીટર સાઇકલ ચલાવવાનો નિયમ બનાવીને ૨૦૨૨ની બીજી જાન્યુઆરીથી ૨૦૨૬ની ૧૨ ફેબ્રુઆરી સુધી સતત ૧૨૩૦ દિવસ સુધી સાઇકલ ચલાવીને અનોખો રેકૉર્ડ કર્યો છે જેના પગલે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં તેમનું નામ નોંધાયું છે.



સુનીલ પટેલને મળેલું ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સનું સર્ટિફિકેટ


ફિટનેસ અને પર્યાવરણ-સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સુનીલ પટેલ દરરોજ પોતાના ઘરથી સ્કૂલ અને સ્કૂલથી સાઇકલ પર ઘરે જાય છે. તેઓ દરરોજ સાઇકલ ચલાવે છે અને અન્ય વાહનનો ઉપયોગ ટાળે છે. સાઇક્લિંગ કરીને તેઓ લોકોમાં સ્વાસ્થ્યજાગૃતિ તથા પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા ફેલાવી રહ્યા છે. સુનીલ પટેલે કહ્યું હતું કે ‘હું અત્યાર સુધીમાં ૭૦,૦૦૦ કિલોમીટરથી વધુ અંતર સાઇકલ પર કાપી ચૂક્યો છું. દરરોજ સવારે ૪.૩૦ વાગ્યે ઊઠીને વડોદરાના રસ્તા પર ૫૦ કિલોમીટર સાઇક્લિંગ કરું છું. ત્યાર બાદ સાઇકલ ચલાવીને સ્કૂલ જાઉં છું. મારા રોજિંદા જીવનમાં સાઇકલને મુખ્ય વાહન તરીકે અપનાવીને લોકોને સ્વસ્થ અને ઇકોફ્રેન્ડ‍્લી જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરું છું.’ 


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 02:12 PM IST | Vadodara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK