છેતરપિંડીનો ભોગ બનીને એક ખેડૂતે આપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો છે. સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા ગઠિયાઓએ દિલ્હી એન્ટિ-ટેરેરિસ્ટ સ્કવૉડ (ATS) ના અધિકારી હોવાનો દાવો કરી વડોદરાના 65 વર્ષીય ખેડૂત અતુલ હિરા પટેલ પાસેથી રૂ. 40 કરોડ પડાવી લીધા હતા.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ડિજિટલ અરેસ્ટના કેસ વધી રહ્યા છે, તેમજ સાથે આ પ્રકારના સાઇબર ક્રાઇમનો ભોગ બનનાર પીડિતોએ કરોડો રૂપિયા પણ ગુમાવ્યા છે. આ સાઇબર ગઠિયાઓના જાળમાં સામાન્ય નાગરિકો સાથે અનેક સલેબ્સ પણ ફસાયા હોવાના કિસ્સો જોવા મળ્યા છે. જોકે તાજેતરમાં ગુજરાતના વડોદરામાં એક દુઃખદ ઘટના બની હતી, જેમાં એક ખેડૂતે ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા બાદ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલા કાયાવરોહણ ગામ ખાતે `ડિજિટલ અરેસ્ટ`ના જાળમાં ફસાયા બાદ તેમાં થયેલી છેતરપિંડીનો ભોગ બનેલા એક ખેડૂતે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેતરપિંડીનો ભોગ બનીને એક ખેડૂતે આપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો છે. સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા ગઠિયાઓએ દિલ્હી એન્ટિ-ટેરેરિસ્ટ સ્કવૉડ (ATS) ના અધિકારી હોવાનો દાવો કરી વડોદરાના 65 વર્ષીય ખેડૂત અતુલ હિરા પટેલ પાસેથી રૂ. 40 કરોડ પડાવી લીધા હોવાના અહેવાલ છે. દિલ્હીના આરોપીઓએ પીડિત ખેડૂતને બૅન્ક ફ્રોડમાં ફસાવવાની સતત ધમકીઓ આપી હતી જેથી તેઓ ભયભીત થઈ ગયા અને ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.
લગભગ 24 કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા પીડિત ખેડૂતને!
ADVERTISEMENT
મીડિયા અહેવાલ મુજબ, ખેડૂત તરીકે કામ કરી પોતાનું જીવન ગુજારતા પીડિતને એક અજાણી વ્યક્તિએ ફોન કર્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે તે દિલ્લીના ATS વિભાગમાંથી બોલી રહ્યો છે. ફોન કરનારા ગઠિયાઓએ અતુલને એમ જણાવ્યું હતું કે તેમના બૅન્ક એકાઉન્ટમાં રૂ. 40 કરોડનો ફ્રોડ થયો છે, જેના આધારે તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. આ ડિજિટલ અરેસ્ટ દરમિયાન આરોપીઓએ દર પાંચ મિનિટે વૉટ્સઍપ અને વીડિયો કૉલ કરીને પીડિત પર સતત દબાણ બનાવી રહ્યા હતા અને તેમને ઘરમાંથી બહાર પણ ન જવાનું કહ્યું હતું. પીડિતને લગભગ આખો દિવસ એટલે 24 કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.
માહિતી મુજબ ઘટનાના બીજા દિવસે અતુલભાઈ સવારે 10 વાગ્યે અચાનક ખેતરેથી પોતાના ઘરે આવી ગયા. તેઓ બૅન્ક પાસબુક અને અન્ય દસ્તાવેજો લઈને ઘરના પહેલા માળે જઈ બેસી ગયા. આ ઘટના જ્યારે બનતી હતી તે દરમિયાનની ક્ષણને યાદ કરતાં તેમના પરિવારે કહ્યું કે “ડિજિટલ અરેસ્ટ દરમિયાન સમયે તેઓ ફોન પર મોટેથી બોલી રહ્યા હતા કે, તેમના ખાતામાં 40 કરોડનો ફ્રોડ દેખાડે છે, હવે મારા પર કાર્યવાહી થશે. થોડા સમય બાદ તેમણે પોતાના ભત્રીજાને એકાંતમાં બોલાવી કહ્યું હતું કે, દિલ્હી પોલીસના ફોન વારંવાર આવી રહ્યા છે, હવે શું કરવું? સતત કૉલ, ધમકીને લીધે થયેલા માનસિક દબાણને કારણે તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા. આ ગભરાહટની વચ્ચે અતુલ પટેલે ઝેર પીને આપઘાત કરી લીધોમ જે બાદ તેમનો પરિવાર તેમને સારવાર માટે લઈ ગયો, પરંતુ તેઓ બચી શક્યા નહીં.


