Gujarat Dalit Death: જ્યારે આ દુકાનના માલિકને ખબર પડી કે નીલેશ તો દલિત છે, ત્યારે તેણે નીલેશને જાતિ આધારિત અપશબ્દો પણ કીધા હતા.
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના અમરેલીમાંથી ખૂબ જ ચોંકાવનારી ઘટના બની હતી. ૧૬ મેના દિવસે અહીં કેટલાક લોકોએ મળીને દલિત યુવક નીલેશ રાઠોડને માર માર્યો હતો. ત્યારબાદ આ દલિત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખડેસવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે આ યુવકનું મોત (Gujarat Dalit Death) થયું છે.
જે લોકોએ આ દલિત યુવકને માર માર્યો હતો અને તેને કારણે જ આ યુવકનું મોત થયું છે તે તમામ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.
ADVERTISEMENT
હવે એવું તો શું થયું હતું કે આ લોકોએ દલિત યુવક સાથે આવું કૃત્ય કર્યું?
આ સમગ્ર મામલે જે દલિત યુવકનું મોત (Gujarat Dalit Death) થયું છે તેની સાથેના અન્ય પીડિત પૈકીના એક એવા લાલજી મનસુખ ચૌહાણ દ્વારા 16 મેના રોજ પોલીસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. તે અનુસાર તે પોતે, નીલેશ રાઠોડ અને તેમના અન્ય સાથીઓ બપોરના સમયે અમરેલી-સાવરકુંડલા રોડ પર એક ઢાબા પર ગયા હતા. ત્યારે નીલેશ પાસેની કોઈ દુકાનમાંથી ચિપ્સ ખરીદવા માટે ગયો હતો. તે જે દુકાનમાં નાસ્તો લેવા ગયા હતો તે દુકાનના માલિકે તેને લોખંડના સળિયા વડે મારવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે નીલેશ રાઠોડે તેના સગીર પુત્રને "બેટા" એમ કહીને બોલાવ્યો હતો. અને જ્યારે આ દુકાનના માલિકને ખબર પડી કે નીલેશ તો દલિત છે, ત્યારે તેણે નીલેશને જાતિ આધારિત અપશબ્દો પણ કીધા હતા. અને ગાળો ભાંડવાની શરૂઆત કરી હતી.
આ સમગ્ર મામલે જે માહિતી મળી રહી છે તે અનુસાર મુખ્ય આરોપી અન્ય પછાત વર્ગનો છે. જ્યારે અન્ય ત્રણ યુવાનો તે લોકોને સમજાવવા માટે દુકાન પર ગયા ત્યારે ભરવાડ અને અન્ય એક વ્યક્તિ વિજયે તેમને માર મારવાનું શરૂ કરી (Gujarat Dalit Death) નાખ્યું હતું.
એટલું જ નહીં પણ તે લોકોએ અન્ય 9-10 જણને પણ ઘટનાસ્થળે બોલાવી લીધા હતા. ત્યારબાદ આ તમામ લોકોએ મળીને હાથમાં જે આવે તેનાથી યુવાનોને ખરાબ રીતે મારવાનું શરૂ કર્યું હતું. કહે છે કુલ ૧૩ લોકોએ આ દલિત યુવક સાથે મારપીટ કરી હતી. અતિશય મારને કારણે નીલેશ રાઠોડનું મોત (Gujarat Dalit Death) નીપજ્યું છે.
નીલેશ રાઠોડના નિધન બાદ દલિત નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમના પરિવારને મળ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ચોક્કસ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર નહીં કરે. તેઓએ માગણી કરી છે કે ચાર પીડિતોને સરકારી નોકરી અથવા ચાર એકર જમીન આપવામાં આવે તેમજ આ કેસમાં તેટલા પણ લોકો દોષી છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.
૧૩ જણ છે આરોપી
નાયબ પોલીસ અધિક્ષક ગોરાડિયાએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર મૃતકના પરિવારને રાઠોડનો મૃતદેહ સ્વીકારવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે જ 13 આરોપીઓમાંથી અમે નવની ધરપકડ કરી છે. બાકીના ચારને પકડવાના પ્રયાસો ચાલુ છે. નીલેશ રાઠોડનું ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ (Gujarat Dalit Death) થયું હતું, જ્યારે અન્ય ત્રણ જેમને માર મારવામાં આવ્યો હતો તેઓ હવે જોખમથી બહાર છે. આ ઘટના 16 મેના રોજ બની હતી જ્યારે દલિત યુવાનો લાલજી ચૌહાણ, ભાવેશ રાઠોડ, સુરેશ વાળા અને નીલેશ રાઠોડ અમરેલી શહેરના સાવરકુંડલા રોડ પર એક ઢાબામાં ભોજન લેતા પહેલાં દુકાનમાંથી ચિપ્સ ખરીદવા માટે ગયા હતા.

