હૉસ્પિટલના અન્ય ડૉક્ટર અનિરુદ્ધ માલેગાવકરે કહ્યું હતું કે તેને કન્ટ્રોલ ન થઈ શકે એવો ડાયાબિટીઝ હતો અને ઇન્ફેક્શન તેનાં ફેફસાંમાં ફેલાઈ ગયું હતું.
પ્રતીકાત્મક તસવીર
મુંબ્રામાં રહેતા ૨૧ વર્ષના વાસિમ સૈયદનું શનિવારે કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં કોરોનાને કારણે મોત થયું હતું. તેની કોરોનાની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી.
છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલના ડીન ડૉ. રાકેશ બારોટે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘દરદીને ગુરુવારે ઍડ્્મિટ કરવામાં આવ્યો હતો. એ વખતે તપાસ દરમ્યાન ટાઇપ–વન ડાયાબિટીઝ અને એસિડોસિસનાં લક્ષણો જણાઈ આવ્યાં હતાં અને ઇન્ફેક્શન પ્રસરી રહ્યું હતું. દરદીને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તેનો કોરોનાનો રિપોર્ટ શુક્રવારે રાતે આવ્યો હતો અને એ પૉઝિટિવ હતો. તેને શનિવારે આઇસોલેટેડ રૂમમાં શિફ્ટ કરાય એ પહેલાં જ સવારે ૬ વાગ્યે મૃત્યુ થયું હતું.’
ADVERTISEMENT
હૉસ્પિટલના અન્ય ડૉક્ટર અનિરુદ્ધ માલેગાવકરે કહ્યું હતું કે તેને કન્ટ્રોલ ન થઈ શકે એવો ડાયાબિટીઝ હતો અને ઇન્ફેક્શન તેનાં ફેફસાંમાં ફેલાઈ ગયું હતું.