દરેક પેટ્રોલ પમ્પ પર ઍટ લીસ્ટ એક EV ચાર્જિંગ ફૅસિલિટી રાખવામાં આવશે. એ માટે સરકાર ઑઇલ કંપનીઓ સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) સાઇન કરશે
ઇલેક્ટ્રિક વેહિકલ્સ
રાજ્ય સરકારે પ્રદૂષણને નાથવા અને ક્રૂડ ઑઇલની ઇમ્પોર્ટ ઘટાડવા ઇલેક્ટ્રિક વેહિકલ્સ (EV)ને પ્રોત્સાહન આપતી EV પૉલિસી 2025 તૈયાર કરી છે અને એ અંતર્ગત હવે EVને મુંબઈ–પુણે એક્સપ્રેસવે, મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગ અને અટલ સેતુ પર આવતાં પાંચ વર્ષ સુધી ટોલમાફી આપી દીધી છે એટલું જ નહીં, ટૂંક સમયમાં ગવર્નમેન્ટ રિઝોલ્યુશન (GR) બહાર પાડીને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)એ બનાવેલા સ્ટેટ હાઇવે પરના ટોલમાંથી પણ મુક્તિ આપવાનો નિર્ણય લેવાય એવી શક્યતા છે. આમ કરવાથી PWDની ટોલની આવક ઘટશે જે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એની અન્ય આવકમાંથી PWDને સરભર કરી આપશે.
મહારાષ્ટ્ર સરકારે એ માટે બહાર પાડેલા GRમાં એમ પણ કહ્યું છે કે ‘EVને સમયાંતરે ચાર્જિંગની ફૅસિલિટી મળી રહે એ માટે નૅશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પર દર ૨૫ કિલોમીટરે પબ્લિક–પ્રાઇવેટ–પાર્ટનરશિપ હેઠળ EV ચાર્જિંગ ફૅસિલિટી ઊભી કરવામાં આવશે. એ ઉપરાંત દરેક પેટ્રોલ પમ્પ પર ઍટ લીસ્ટ એક EV ચાર્જિંગ ફૅસિલિટી રાખવામાં આવશે. એ માટે સરકાર ઑઇલ કંપનીઓ સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) સાઇન કરશે. એ સાથે જ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ (MSRTC)ના દરેક બસડેપો પર પણ EV ચાર્જિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે.
ADVERTISEMENT
જેટીના કામની આડઅસર ગેટવેની વૉલ પર
કોલાબામાં મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ દ્વારા જેટી બનાવવામાં આવી રહી છે એના ડ્રિલિંગ વર્કને લીધે ગેટવે ઑફ ઇન્ડિયા નજીકની વૉલમાં ક્રૅક પડવા માંડી છે. તસવીરો : અતુલ કાંબળે

