નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી કાર્યક્રમની શરૂઆતમાં મા અંબાની આરતી થઈ અને પછી હિન્દુ નવા વર્ષનું સ્વાગત પરંપરાગત ઘૂમર નૃત્યથી કર્યું હતું.
સુરતમાં ૧૧,૦૦૦થી વધુ મહિલાઓએ ઘૂમર નૃત્ય કરીને રેકૉર્ડ બનાવ્યો
૩૦ માર્ચે રાજસ્થાન દિવસ મનાવાયો હતો અને ઘૂમર નૃત્ય રાજસ્થાની સંસ્કૃતિની શાન છે. રાજસ્થાન દિવસની ઉજવણી અને ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસ એમ બેવડા અવસરે રવિવારે સાંજે સુરતના ગોડાદરામાં આવેલા મરુધર મેદાનમાં રાજસ્થાની મહિલાઓએ એક નવો જ રેકૉર્ડ બનાવ્યો હતો. ૧૧,૦૦૦થી વધુ રાજસ્થાની મહિલાઓએ પરંપરાગત રાજસ્થાની વેશભૂષામાં સજ્જ થઈને પારંપરિક ઘૂમર નૃત્ય કર્યું હતું.
આ પહેલાં જયપુરમાં એકસાથે ૫૧૦૦ મહિલાઓએ ઘૂમર નૃત્ય કરવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો, જ્યારે સુરતમાં જૂના રેકૉર્ડને વામણો કરી નાખ્યો હતો. ૧૧,૦૦૦થી વધુ મહિલાઓએ ઘૂમર ડાન્સ કરીને નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી કાર્યક્રમની શરૂઆતમાં મા અંબાની આરતી થઈ અને પછી હિન્દુ નવા વર્ષનું સ્વાગત પરંપરાગત ઘૂમર નૃત્યથી કર્યું હતું. ૧૧,૦૦૦ મહિલાઓએ મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો.

