Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદની સિવિલ હૉસ્પિટલે પ્લેન-ક્રૅશના પૅસેન્જરની છેલ્લી ડેડ-બૉડી સોંપી દીધી સ્વજનોને

અમદાવાદની સિવિલ હૉસ્પિટલે પ્લેન-ક્રૅશના પૅસેન્જરની છેલ્લી ડેડ-બૉડી સોંપી દીધી સ્વજનોને

Published : 29 June, 2025 10:15 AM | Modified : 30 June, 2025 06:56 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી ૬ મળીને કુલ ૨૬૦ જણની ઓળખ થઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૧૨ જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં બેઠેલા અને પ્લેન-ક્રૅશની ગોઝારી ઘટનાનો ભોગ બનેલા કચ્છના અનિલ ખીમાણીનો મૃતદેહ ગઈ કાલે તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. પ્લેન-ક્રૅશનો ભોગ બનેલા પૅસેન્જરની આ છેલ્લી ડેડ-બૉડી હતી જે તેના સ્વજનોને સન્માનપૂર્વક સોંપી દેવાઈ હતી. આ સાથે તમામ પૅસેન્જર અને ક્રૂ-મેમ્બર્સની ડેડ-બૉડી તેમના સ્વજનોને સોંપી દેવામાં આવી છે. 


ગુજરાતના આરોગ્યપ્રધાન હૃષીકેશ પટેલે કહ્યું હતું કે ‘૧૨ જૂને અમદાવાદમાં બનેલી વિમાની દુર્ઘટનાના તમામ પૅસેન્જર અને ક્રૂ-મેમ્બર્સના ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) મૅચ થઈ ગયા છે અને આ તમામ ૨૪૧ જીવ ગુમાવનારા લોકોના પાર્થિવ દેહ સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં DNA-ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી ૬ મળીને કુલ ૨૬૦ જણની ઓળખ થઈ ચૂકી છે અને આ તમામ પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. ૨૫૪ વ્યક્તિના DNA મૅચ થયા એમાંથી ૨૪૧ પૅસેન્જર અને ૧૩ નૉન-પૅસેન્જર છે. કુલ ૧૯ નૉન-પૅસેન્જરના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપાયા છે, જેમાં ૧૩ની ઓળખ DNA-રિપોર્ટથી અને ૬ જણની ઓળખ ચહેરાથી થઈ હતી.’



૨૬૦ લોકોમાંથી ૧૮૧ ભારતના, ૭ પોર્ટુગલના, બાવન બ્રિટિશ, ૧ કૅનેડિયન અને ૧૯ નૉન-પૅસેન્જરનો સમાવેશ છે. ૨૬૦ પાર્થિવ દેહમાંથી ૩૧ બાય ઍર તેમ જ ૨૨૯ પાર્થિવ દેહ બાય રોડ તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2025 06:56 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK