ગલ્ફ દેશો અને સાઉદી અરેબિયામાંથી હજારો પાકિસ્તાનીઓને ભીખ માગવા અને ગેરકાયદે પ્રવાસ કરવા માટે ડિપૉર્ટ કરવામાં આવ્યા છે
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા અને અર્થતંત્રની ગંભીર પરિસ્થિતિને કારણે ૨૪ મહિનામાં ૫૦૦૦ ડૉક્ટર્સ, ૧૧,૦૦૦ એન્જિનિયર્સ અને ૧૩,૦૦૦ અકાઉન્ટન્ટ્સે દેશ છોડી દીધો છે અને વિદેશમાં વસી ગયા છે.
આ સિવાય ૨૦૨૪માં ૭.૨૭ લાખ લોકોએ વિદેશમાં નોકરી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ વર્ષે નવેમ્બર મહિનામાં આ આંકડો ૬.૮૭ લાખ થયો છે. પાકિસ્તાનમાં ચિંતા એ વાતે છે કે ગલ્ફ દેશોમાં અશિક્ષિત લોકો મજૂરી કરવા જાય છે પણ ભણેલા પ્રોફેશનલો પણ પાકિસ્તાન છોડી રહ્યા છે. ૨૦૧૧થી ૨૦૨૪ સુધીમાં પાકિસ્તાનમાં નર્સો દેશ છોડીને ગઈ હોય એ આંકડો ૨૧૪૪ ટકા વધી ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૬૬,૧૫૪ પ્રવાસીઓને ઍરપોર્ટ પર ઑફ-લોડ કરી દેવામાં આવ્યા હતા અને તેમને વિદેશ જતાં રોકી દેવામાં આવ્યા હતા. ૨૦૨૪ની સરખામણીમાં આ આંકડો બમણો છે.
ADVERTISEMENT
ગલ્ફ દેશો અને સાઉદી અરેબિયામાંથી હજારો પાકિસ્તાનીઓને ભીખ માગવા અને ગેરકાયદે પ્રવાસ કરવા માટે ડિપૉર્ટ કરવામાં આવ્યા છે. આથી પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવીએ પ્રોફેશનલ ભિખારીઓ અને અધૂરા ડૉક્યુમેન્ટસ ધરાવતા લોકોના વિદેશ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે.


