ટૉન્ગા એક પોલિનેશિયન રાષ્ટ્ર છે જેમાં ૧૭૧ ટાપુઓ અને ૧ લાખથી થોડી વધુ વસ્તી છે.
પ્રતીકાત્મક તસવીર
દક્ષિણ-પશ્ચિમ પ્રશાંત મહાસાગર વિસ્તારના ટૉન્ગા ટાપુમાં રવિવારે સાંજે ૫.૪૮ વાગ્યે ૭.૦ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. USGS અનુસાર આ શક્તિશાળી ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગર વિસ્તારમાં સુનામીની ચેતવણી જાહેર કરી દેવાઈ હતી.
USGSએ જણાવ્યું હતું કે ભૂકંપ ટૉન્ગાના મુખ્ય ટાપુથી લગભગ ૧૦૦ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં આવ્યો હતો. પૅસિફિક સુનામી કેન્દ્રએ ચેતવણી જાહેર કરતાં કહ્યું હતું કે ખતરનાક લહેરો ભૂકંપના કેન્દ્રથી ૩૦૦ કિલોમીટરમાં એ પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે એવી આગાહી કરાઈ હતી. જોકે કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર મળ્યા નહોતા. ટૉન્ગા એક પોલિનેશિયન રાષ્ટ્ર છે જેમાં ૧૭૧ ટાપુઓ અને ૧ લાખથી થોડી વધુ વસ્તી છે. એ ઑસ્ટ્રેલિયાના દરિયાકાંઠેથી ૩૫૦૦ કિલોમીટર (૨૦૦૦ માઇલ)થી વધુ પૂર્વમાં આવેલું છે.

