માધુરીએ ૧૯૯૯ની ૧૭ ઑક્ટોબરે હાર્ટ સ્પેશ્યલિસ્ટ શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૦૩માં તેમના પહેલા દીકરા અરિનનો અને બે વર્ષ પછી બીજા દીકરા રાયનનો જન્મ થયો હતો.
માધુરી દીક્ષિતે રોમૅન્ટિક વિડિયો શૅર કરીને ઊજવી લગ્નની ૨૬મી વર્ષગાંઠ
ગઈ કાલે માધુરી દીક્ષિત અને પતિ શ્રીરામ નેનેનાં લગ્નની ૨૬મી વર્ષગાંઠ હતી. આ દિવસે માધુરીએ સોશ્યલ મીડિયા પર પતિ માટે અત્યંત રોમૅન્ટિક વિડિયો શૅર કર્યો છે અને જૂની યાદોને તાજી કરી છે. માધુરીએ આ પોસ્ટ શૅર કરતાં કૅપ્શન લખી છે કે ‘પળ-પળ સાથે ચાલતાં અમે જીવનનાં ૨૬ વર્ષોને યાદગાર બનાવી દીધાં. ઍનિવર્સરી મુબારક ડૉ. નેને!’
માધુરીએ ૧૯૯૯ની ૧૭ ઑક્ટોબરે હાર્ટ સ્પેશ્યલિસ્ટ શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૦૩માં તેમના પહેલા દીકરા અરિનનો અને બે વર્ષ પછી બીજા દીકરા રાયનનો જન્મ થયો હતો. અરિને સધર્ન કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો છે, જ્યારે રાયને અમેરિકન સ્કૂલ ઑફ બૉમ્બેમાંથી હાઈ સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે.

