એલિઝાબેથ બૉર્ન 2018માં મેક્રોંની મધ્યમાર્ગી પાર્ટીમાં સામેલ થઈ. મેક્રોંની પહેલી સરકારમાં તે પહેલા પરિવહન મંત્રી અને પછી પર્યાવરણ મંત્રી હતાં.

તસવીર સૌજન્ય મિડ-ડે
ફ્રાન્સની રાજનેતા એલિઝાબેથ બૉર્નની સોમવારે ફ્રાન્સના નવા વડાપ્રધાન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એલિઝાબેથ ફ્રાન્સમાં આ પદ સંભાળનારી બીજી મહિલા બની છે. 61 વર્ષની એલિઝાબેથ બૉર્ન તેની પાછલી સરકારમાં શ્રમ મંત્રી હતી. તે જીન કાસ્ટેક્સની જગ્યા લેશે. આશા છે કે રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોંના ફરી ચૂંટાયા બાદ કાસ્ટેક્સ રાજીનામું આપશે. મૈક્રોં અને બૉર્ન આગામી દિવસોમાં પૂર્ણ સરકારની નિયુક્તિ કરશે.
2020માં થઈ હતી બૉર્નની ટીકા
2020માં શ્રમ મંત્રી બન્યા પછી બૉર્ને ઘણાં ફેરફાર કર્યા, જેના થકી બેરોજગાર લોકોને મળતું ભથ્થું ઘટાડી દેવામાં આવ્યું. તેના આ પગલાંથી શ્રમિક સંગઠનો અને વામપંથીઓ તરફથી ખૂબ જ ટીકા થઈ. આ પહેલા 2018માં જ્યારે તે પરિવહન મંત્રી બન્યાં તો તેમને SNCF રેલવે કંપની તરફથી હડતાળનો સામનો કરવો પડ્યો. હકિકતે બોર્ન સદનમાં એક બિલ લાવ્યાં હતાં, જેમાં કૉમ્પિટીશન માટે ટ્રેન નેટવર્ક શરૂ કરવાની યોજના હતી અને કામ પર રાખવામાં આવેલા કર્મચારીઓની હંમેશ માટે નોકરી અને લાભ ખતમ કરી દેવામાં આવ્યા હતા. આખરે તે બિલ પાસ કરાવવામાં સફળ રહી હતી.
RATPની CEO રહી ચૂકી છે એલિઝાબેથ
એલિઝાબેથ બૉર્ન ક્યારેય ચૂંટાઈ નહોતી. તે પોતાના કરિઅરની શરૂઆતમાં વામપંથ નજીક હતી. તેણે સમાજવાદી રાજનેતા સેગોલીન રૉયલના ચીફ ઑફ સ્ટાફ તરીકે કામ કર્યું અને પછી રાષ્ટ્રપતિ ફ્રેંકોઈસ હૉલેન્ડ હેઠળ પરિસ્થિતિ મંત્રી તરીકે કામ કર્યું. તે 2015માં રાજ્યના સ્વામિત્વ ધરાવતી પરિવહન કંપની RATPની સીઇઓ બની, જે પેરિસ મેટ્રોનું સંચાલન કરે છે.
2017માં થઈ મધ્યમાર્ગી પાર્ટીમાં સામેલ
તે 2017માં મૈક્રોંની મધ્યમાર્ગી પાર્ટીમાં સામેલ થઈ. મૈક્રોંની પહેલી સરકારમાં તે પહેલા પરિવહન મંત્રી અને પછી પર્યાવરણ મંત્રી હતાં. એડિથ ક્રેસન પછી બૉર્ન ફ્રાન્સમાં વડાપ્રધાનનું પદ સંભાળનારી બીજી મહિલા છે. એડિથ ક્રેસન 1991-1992માં વડાપ્રધાન બની હતી, તે સમયે દેશના રાષ્ટ્રપતિ ફ્રેંકોઇસ મિટરેન્ડ હતા. વધતી કિંમત અને ઉચ્ચ બેરોજગારી દર વચ્ચે ક્રેસન ખૂબ જ અલોકપ્રિય થઈ અને તેને ટૂંક સમયમાં જ પોતાનું પદ છોડવું પડ્યું.
કાસ્ટેક્સે રાષ્ટ્રપતિને સોંપ્યું રાજીનામું
એલિસીએ એક નિવેદનમાં કહ્યું કે સોમવારે કાસ્ટેક્સ ઔપચારિક રીતે પોતાનું રાજીનામું આપવા માટે રાષ્ટ્રપતિ ભવન આવ્યા હતા, જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કરી લીધો છે. મૈક્રોંએ કાસ્ટેક્સ અને તેની ટીમનો આભાર માન્યો છે. મૈક્રોંએ ટ્વીટ કર્યું, "તેમણે ફ્રાન્સની જનતાની જુનૂન અને સમર્પણ ભાવ સાથે સેવા કરી" જુલાઈ 2020માં કાસ્ટેક્સે કોવિડ મહામારી વચ્ચે Edouard Philippeની જગ્યા લીધી. તેમણે કોરોના મહામારી દરમિયાન લાગુ લૉકડાઉનમાં ફ્રાન્સની અર્થવ્યવસ્થાને પાટે લાવવાનું કામ કર્યું. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ માટે પોતાના કાર્યકાળ દરમિયાન એકથી વધારે વડાપ્રધાન હોવા સામાન્ય વાત છે.
બોર્ન ઉપર મહત્વની જવાબદારી
બૉર્નનું પહેલું કામ હશે કે જૂનમાં ફ્રાન્સના સંસદીય ચૂંટણીમાં મૈક્રોંની પાર્ટી અને તેના સહયોગી સારું પ્રદર્શન કરે. બે રાઉન્ડ માટે નક્કી કરેલા મત એ નક્કી કરશે કે નેશનલ અસેંબલીમાં કયા સમૂહ પાસે વધારે સીટ છે, જેનો ફ્રાન્સનો કાયદો બનાવવાની પ્રક્રિયામાં સીનેટ પર વર્ચસ્વ રહે. આની સાથે જ બોર્ન પર જવાબદારી હશે કે રાષ્ટ્રપતિ મૈક્રોં દ્વારા જનતાને કરવામાં આવેલા વાયદાને પૂરું કરવાનો પ્રયત્ન કરે.