ઇમિગ્રેશનવિરોધી લોકોને મરચાં લાગી જાય એવું ઈલૉન મસ્ક બોલ્યા...
ઝીરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથ સાથે ઇલૉન મસ્ક.
ગઈ કાલે ઝીરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથના પૉડકાસ્ટમાં દુનિયાની સૌથી અમીર વ્યક્તિએ કબૂલ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકાને કુશળ ભારતીય પ્રતિભાઓને કારણે ખૂબ લાભ થયો છે
દુનિયાની સૌથી અમીર વ્યક્તિ ઈલૉન મસ્કે રવિવારે ઝીરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથના પૉડકાસ્ટમાં એવી વાતો કરી નાખી કે અમેરિકાના ઇમિગ્રેશનવિરોધી લોકોને મરચાં લાગી જાય. તેમણે પૉડકાસ્ટમાં સાફ-સાફ કહ્યું હતું કે ‘અમેરિકાને છેલ્લા દશકોમાં જેટલો ફાયદો થયો છે એનો બહુ મોટો હિસ્સો ભારતીય ટૅલન્ટને કારણે છે. સત્યા નડેલા અને સુંદર પિચાઈ જેવા લોકો એનો જીવતો-જાગતો પુરાવો છે.’
ADVERTISEMENT
H-1B વીઝાને લઈને ડોનલ્ડ ટ્રમ્પે ઘમસાણ મચાવ્યું છે ત્યારે ઈલૉન મસ્કે આ મુદ્દે કહ્યું હતું કે ‘આ વીઝા-પ્રોગ્રામનો દુરુપયોગ થયો છે, પણ એને ઠીક કરવાની જરૂર છે. જો બંધ કરશો તો અમેરિકા ખુદ પોતાની સૌથી મોટી તાકાત ગુમાવી દેશે.’


