ઍન્યુઅલ ફેસ્ટિવલ ‘અંત’માં ભાગ લેનારા કેટલાક વિદ્યાર્થીઓએ કૉલેજ દ્વારા આમંત્રિત ગેસ્ટ સ્પીકરના અભદ્ર વર્તનની ફરિયાદ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં હિન્દી ડિપાર્ટમેન્ટના ૨૪ નવેમ્બરે યોજાયેલા ઍન્યુઅલ ફેસ્ટિવલ ‘અંત’માં ભાગ લેનારા કેટલાક વિદ્યાર્થીઓએ કૉલેજ દ્વારા આમંત્રિત ગેસ્ટ સ્પીકરના અભદ્ર વર્તનની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં, આ બાબતે વિરોધ-પ્રદર્શન પણ કર્યું હતું અને જો તે સ્પીકર સામે કાર્યવાહી નહીં કરાય તો આગળની ઇવેન્ટ નહીં થવા દઈએ એવી ચીમકી સ્ટુડન્ટ્સે આપી હતી.
કૉલેજે આ સંદર્ભે આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી ગેસ્ટ સ્પીકર અને તેમની યુનિવિર્સટીનું નામ આપવામાં આવ્યું છે. કેસ ઇન્ટર્નલ કમિટી સામે પણ મૂકવામાં આવ્યો છે. આ કેસની તપાસ ચલાવાઈ રહી છે અને CCTV કૅમેરાનાં ફુટેજ પણ પોલીસને આપવામાં આવ્યાં હોવાનું કહેવાયું છે.


