ધરતીકંપને કારણે અફઘાનિસ્તાનમાં મરણાંક ૧૪૧૧, ૩૧૨૪ લોકો ઘાયલ અને ૫૪૧૨ ઘરો ધરાશાયી
ભૂકંપ પછી અફઘાનિસ્તાનના નઝર દારા ગામમાં મિલિટરીએ હેલિકૉપ્ટરથી ઇન્જર્ડ લોકોને બહાર કાઢવાનું બચાવકાર્ય હાથ ધર્યું હતું.
અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે કાબુલને ૧૦૦૦ તંબુ પહોંચાડ્યા છે. ભારતીય મિશન દ્વારા ૧૫ ટન ખાદ્ય સામગ્રી કાબુલથી કુનાર મોકલવામાં આવી હતી. ભારત તરફથી વધુ રાહતસામગ્રી ટૂંક સમયમાં મોકલવામાં આવશે. આ જાણકારી વિદેશપ્રધાન એસ. જયશંકરે આપી હતી.
ADVERTISEMENT
ભારતે અફઘાનિસ્તાન રવાના કરેલી ટેન્ટ અને ખાદ્ય સામગ્રીની ટ્રકો.
તેમણે અફઘાનિસ્તાનના વિદેશપ્રધાન મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે વાતચીત કરી હતી. ૬ની તીવ્રતાના ભૂકંપમાં ૧૪૧૧થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કાટમાળમાંથી બચાવાયેલા ૩૧૨૪ લોકો ઘાયલ છે. આ ભૂકંપ એટલો તીવ્ર હતો કે ૫૪૧૨થી વધુ ઘરો ધરાશાયી થઈ ગયાં હતાં.

