Maharashtra: રિપોર્ટ પ્રમાણે પ્રાઈવેટ સેક્ટરમાં કર્મચારીઓને માટે કામ કરવાનો મહત્તમ સમયગાળો નવ કલાકથી વધારીને દસ કલાક કરવાનો જે કાયદો હતો તે કાયદાને મંજુરી મળી ગઈ છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકાર (Maharashtra) દ્વારા પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ માટે વર્કિંગ આવર્સ માટે મહત્વનો નિર્ણય લીધો છે. રિપોર્ટ પ્રમાણે પ્રાઈવેટ સેક્ટરમાં કર્મચારીઓને માટે કામ કરવાનો મહત્તમ સમયગાળો નવ કલાકથી વધારીને દસ કલાક કરવાનો જે કાયદો હતો તે કાયદાને મંજુરી મળી ગઈ છે. આ નિર્ણય લેવા પાછળનું જે કારણ છે તેની વાત કરવામાં આવે તો ખાસ કરીને રોકાણને આકર્ષવા અને રોજગારી વધારવાનું જ છે. ફેક્ટરીઝ એક્ટ, ૧૯૪૮ અને મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૨૦૧૭માં સુધારા કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હવે ઉદ્યોગોમાં કામના કલાકોમાં વધારો થવાનો છે.
જોકે, આ માટેની જે દરખાસ્ત છે તે ગયા અઠવાડિયે જ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પરંતુ હવે જાણે આ નિયમ પર મહોર લાગી જ ગઈ છે ત્યારે આ પ્રસ્તાવિત પરિવર્તન લાંબા સમયથી ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન લાવશે. મહારાષ્ટ્ર રાજ્ય (Maharashtra) માટે દેવેન્દ્ર ફડણવીસ સરકારે બુધવારે પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ માટે મહત્તમ કામના કલાકો લંબાવ્યા હતા. સરકારે આ સંબંધમાં કાયદામાં સુધારાને મંજૂરી આપી દીધી છે જેથી સમય નવ કલાકથી વધારીને દસ કલાક કરી શકાય. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારના આ નિર્ણય બાદ પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓને માટે કામ કરવાનો સમયગાળો નવ કલાકને બદલે ૧૦ કલાક થઇ જશે.
ADVERTISEMENT
Maharashtra: કર્મચારીઓના કામ કરવાના કલાક માટે લેવાયેલો આ નિર્ણય ક્યાંક ને ક્યાંક કામદારોની અછત હોઈ કર્મચારીઓની કામગીરી પ્રત્યેની સાતત્યતા તરફ આંગળી ચીંધે છે. ૨૦થી વધુ કામદારો ધરાવતી સંસ્થાઓને લાગુ પડતા મહારાષ્ટ્ર દુકાનો અને સંસ્થાઓ અધિનિયમ માટે દૈનિક કામ કરવાના કલાકો નવથી વધીને દસ થઈ ગયા છે. આમ, હવે દૈનિક કામનો સમયગાળો ૧૨ કલાક સુધી અને ઓવરટાઇમ ૧૨૫થી વધીને ૧૪૪ કલાક ગયા છે. આ સાથે જ ૨૦થી ઓછા કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓને રજીસ્ટ્રેશન સર્ટીફીકેટમાંથી મુક્તિ આપવામાં આવી છે પરંતુ તેમણે માત્ર માહિતી પ્રક્રિયા હેઠળ જ અધિકારીઓને જાણ કરવી પડશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ પગલા લેવાયા બાદ કામ કરવામાં કર્મચારીઓની સાતત્યતા જળવાશે અને નવા રોકાણોને પણ તક મળશે. તજે રોજગારમાં (Maharashtra) વધારો કરશે અને સાથે સાથે વેતન સુરક્ષા અને કામદારોના અધિકારોમાં સુધારો કરશે. આમાં ઓવરટાઇમ માટે બમણો પગાર સામેલ છે.
આમ, આ તમામ બાબતોનો સાર એ છે કે-
- ખાસ કરીને કર્મચારીઓમાં કામ કરવાની સરળતા આવે એ હેતુ છે.
- બીજો હેતુ એ છે કે નવા રોકાણોની અપેક્ષા છે.
- હવે ફેક્ટરીઓમાં દરરોજ બાર કલાક કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે
- દુકાનો-પ્રાઈવેટ કંપનીમાં દસ કલાકની ડ્યુટીનો સમય કરવામાં આવ્યો છે.
- ઓવરટાઇમની મર્યાદા ૧૧૫ કલાકથી વધારીને ૧૪૪ કલાક કરવામાં આવી છે.
- કામદારોને ઓવરટાઇમ પર બમણો પગાર આપવામાં આવશે.

