Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > News in Shorts: ચીનમાં સૌથી ઊંચા બિલ્ડિંગ સાથે ટકરાયા બાદ વિમાનના બે ટુકડા થયા, સોશ્યલ મીડિયા પર વિડિયો વાયરલ

News in Shorts: ચીનમાં સૌથી ઊંચા બિલ્ડિંગ સાથે ટકરાયા બાદ વિમાનના બે ટુકડા થયા, સોશ્યલ મીડિયા પર વિડિયો વાયરલ

Published : 27 June, 2026 09:25 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

News in Shorts: ફિલિપીન્સ-પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાથી ભારે ફફડાટ; બિહારમાં સતત રડતી ૬ મહિનાની બાળકીનું જનેતાએ દાતરડાથી ગળું કાપી નાખ્યું અને વધુ સમાચાર

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ચીનની રાજધાની બીજિંગના સૌથી ઊંચા ૧૦૯ માળના બિલ્ડિંગ સિટિક ટાવર સાથે ગઈ કાલે એક નાનું વિમાન ટકરાયું હતું અને ક્રૅશ થયું હતું. આ દુર્ઘટનાના ઘણા વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. ૧૭૦૦ ફુટ ઊંચું બિલ્ડિંગ ચાઓયાંગ ડિસ્ટ્રિક્ટમાં સેન્ટ્રલ બિઝનેસ વિસ્તારમાં આવેલું છે અને એને ચાઇના જૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ્ડિંગ સાથે વિમાન ટકારાયા બાદ એના બે ટુકડા થયા હતા અને એ નીચે પડ્યા હતા. જ્યાં આ વિમાન ટકરાયું હતું એ ફ્લોર પર બે બારીઓ તૂટી ગઈ હતી. નીચે પડેલા વિમાનના ભાગ સળગી ઊઠ્યા હતા. મળતી જાણકારી મુજબ પાઇલટ એકલો વિમાન ઉડાવી રહ્યો હતો. સાંજે ૫.૪૦ વાગ્યે તે લૅન્ડિંગ માટે રેડી થઈ રહ્યો હતો ત્યારે વિમાન એના મૂળ માર્ગેથી ભટકી ગયું હતું. આ ઘટનાની ઘણી વિગતોની જાણકારી આવવાની બાકી છે.

ફિલિપીન્સ-પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાથી ભારે ફફડાટ



દુનિયાના બે અલગ-અલગ દેશોમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે જેને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયોસાયન્સિસ (GFZ)ના પ્રારંભિક અસેસમેન્ટ મુજબ ફિલિપીન્સના દક્ષિણી ટાપુ મિન્ડનાઓ પર ૬.૪ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ જમીનથી ૨૯ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. બીજી તરફ પાકિસ્તાનમાં પણ ગઈ કાલે શુક્રવારે સાંજે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. 


બિહારમાં સતત રડતી ૬ મહિનાની બાળકીનું જનેતાએ દાતરડાથી ગળું કાપી નાખ્યું, સુસાઇડનો પ્રયાસ કર્યો


બિહારના બેતિયામાં પચીસ વર્ષની સીમાદેવી નામની માતાએ સતત રડી રહેલી તેની ૬ મહિનાની દીકરી પૂજાકુમારીનું દાતરડાથી ગળું કાપી નાખ્યું હતું અને પછી એ જ દાતરડાથી પોતાનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. તેની સાસુ સરસ્વતીદેવીએ કરેલી ફરિયાદના આધારે સીમાદેવીની ધરપકડ કરવામાં આવી છે. તેના ગળામાં ૪ ટાંકા લેવામાં આવ્યા છે અને હાલમાં તેને સરકારી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સીમાદેવીનાં લગ્ન ૨૦૨૨માં સુનીલ દાસ સાથે થયાં હતાં અને ૬ મહિના પહેલાં બાળકીનો જન્મ થયો હતો. એ પછી તેની માનસિક સ્થિતિ બગડી હતી. તેનો પતિ ચંડીગઢમાં નોકરી કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 09:25 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK