Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનના ભૂતપૂર્વ એર માર્શલનો મોટો ખુલાસો! ‘ઓપરેશન સિંદૂર’માં AWACS વિમાન નાશ પામ્યું

પાકિસ્તાનના ભૂતપૂર્વ એર માર્શલનો મોટો ખુલાસો! ‘ઓપરેશન સિંદૂર’માં AWACS વિમાન નાશ પામ્યું

Published : 16 May, 2025 09:57 AM | IST | Islamabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Operation Sindoor: નિવૃત્ત પાકિસ્તાની એર માર્શલે કબૂલાત કરી કે ભારતે કરેલા ‘ઓપરેશન સિંદૂર’માં પાકિસ્તાને ભોલારી એરબેઝ ગુમાવ્યું, AWACS વિમાન પણ નાશ પામ્યું

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ભારત (India)ના ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)ને કારણે પાકિસ્તાન (Pakistan)ને ભારે નુકસાન થયું છે. એક નિવૃત્ત પાકિસ્તાની અધિકારીએ આ વાતનો ખુલાસો કર્યો. ભૂતપૂર્વ પાકિસ્તાની એર માર્શલ (Pakistan Air Force) મસૂદ અખ્તર (Masood Akhtar) કહ્યું કે, ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. તેનું ભોલારી એરબેઝ (Bholari Air Base) નાશ પામ્યું છે. મસૂદ અખ્તરે દાવો કર્યો છે,  કે ભારતે બ્રહ્મોસ મિસાઇલ (Brahmos missile)નો ઉપયોગ કર્યો હતો.


પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) પછી, ભારતે આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો અને તેમના ૯ ઠેકાણાઓનો નાશ કર્યો. જેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાને તેને પોતાનો મુદ્દો બનાવ્યો અને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જવાબમાં, ભારતે વળતો જવાબ આપ્યો અને મિસાઇલોનો ઉપયોગ કર્યો. ભારતના જવાબી કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન એક પણ મિસાઇલ રોકી શક્યું નહીં. પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો કોઈ ઉપયોગ થયો નહીં. પાકિસ્તાનના ભૂતપૂર્વ એર માર્શલે દાવો કર્યો કે, ભોલારી એરબેઝ પર ચાર મિસાઇલો પડી હતી.



પાકિસ્તાનના ભૂતપૂર્વ એર માર્શલ મસૂદ અખ્તરે કહ્યું, ‘મેં કેટલાક લોકો સાથે વાત કરી હતી. આ ૧૦ મેની સવારે બન્યું હતું. તેના પર ૪ સર્ફેસ ટૂ સર્ફેસ બ્રહ્મોસ મિસાઇલો આવી. સર્ફેસ ટૂ સર્ફેસ પર કે હવાથી સપાટી પર, મને ખબર નથી. સૌ પ્રથમ પાઇલટ્સ દોડ્યા અને તેમના વિમાનોને સુરક્ષિત કરવાનું શરૂ કર્યું. મિસાઇલ સીધી ભોલારી પર આવી અને એક હેંગર પર અથડાઈ જ્યાં આપણું એરબોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ (Airborne Warning and Control System – AWACS) વિમાન પાર્ક હતું, જેને નુકસાન થયું, શહીદ પણ થયા.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતીય સેનાએ ચાર બ્રહ્મોસ મિસાઇલો છોડ્યા, જેમાંથી ચોથી મિસાઇલ પાકિસ્તાનમાં ભોલારી એરબેઝના હેંગર પર પડી, જ્યાં AWACS વિમાન પાર્ક કરેલું હતું. આ હુમલામાં વિમાનને નુકસાન થયું અને કેટલીક જાનહાનિ પણ થઈ.


AWACS વિમાન પાકિસ્તાનના હવાઈ સંરક્ષણ નેટવર્કનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે હવામાં ખતરાઓ શોધવા, ફાઇટર જેટને માર્ગદર્શન આપવા અને હવાઈ કામગીરીનું સંકલન કરવામાં મદદ કરે છે. તેનું નુકસાન પાકિસ્તાનની સ્થિતિ અને હવાઈ લડાઇ તૈયારી માટે મોટો ફટકો છે, ખાસ કરીને ભારત સાથે વધતા તણાવ વચ્ચે.

મસૂદ અખ્તરની આ કબૂલાતથી પાકિસ્તાન માટે શરમજનક સ્થિતિ સર્જાઈ છે, કારણ કે પાકિસ્તાન પહેલા ભારતીય હુમલામાં "ઓછામાં ઓછા નુકસાન"નો દાવો કરી રહ્યું હતું અને કહેતું હતું કે, તેમના તમામ લશ્કરી સ્થાપનો સુરક્ષિત છે. પરંતુ હવે સેટેલાઇટ છબીઓ પુષ્ટિ આપી રહી છે કે પાકિસ્તાનના ચાર મુખ્ય એરબેઝને ભારે નુકસાન થયું છે, જેમાં ભોલારી એરબેઝનો પણ સમાવેશ થાય છે.


નોંધનીય છે કે, ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. પાકિસ્તાનમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ પર ચોકસાઇથી હુમલો કરવામાં આવ્યો. જવાબમાં, પાકિસ્તાને ૮, ૯ અને ૧૦ મેના રોજ વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો - પરંતુ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ભીષણ અને સુનિયોજિત વળતો હુમલો કરવામાં આવ્યો. ચાર દિવસ સુધી ચાલેલા ડ્રોન અને મિસાઇલ ફાયરિંગના તીવ્ર વિનિમયથી પાકિસ્તાનના લશ્કરી માળખાને નોંધપાત્ર નુકસાન થયું. આખરે, હતાશ ઇસ્લામાબાદે યુદ્ધવિરામની માંગણી કરી અને બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચેની વાતચીત બાદ યુદ્ધવિરામ બંધ કરવામાં આવ્યો.

Whatsapp-channel Whatsapp-channel

16 May, 2025 09:57 AM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK