Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટોક્યોમાં કૉર્પોરેટ ઑફિસોમાં લોકો હાફ પૅન્ટ અને શર્ટ કે ટી-શર્ટમાં જોવા મળે છે

ટોક્યોમાં કૉર્પોરેટ ઑફિસોમાં લોકો હાફ પૅન્ટ અને શર્ટ કે ટી-શર્ટમાં જોવા મળે છે

Published : 15 July, 2026 08:01 AM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપાનમાં ગરમી વધવાની શરૂ થયા પછી ટોક્યો સહિતનાં મોટાં શહેરોમાં કૉર્પોરેટ અને સરકારી ઑફિસોમાં ડ્રેસ કોડને હળવો કરી નાખવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


જપાનમાં ગરમી વધવાની શરૂ થયા પછી ટોક્યો સહિતનાં મોટાં શહેરોમાં કૉર્પોરેટ અને સરકારી ઑફિસોમાં ડ્રેસ કોડને હળવો કરી નાખવામાં આવ્યો છે. સામાન્ય રીતે સૂટબૂટ અને ટાઇ પહેરીને ફરતા કૉર્પોરેટ્સમાં હવે લોકો હાફ પૅન્ટ તેમ જ શર્ટ કે ટી-શર્ટ જેવું હળવું ડ્રેસિંગ કરીને ફરતા જોવા મળે છે. આ બદલાવ લોકોએ પોતે તો સ્વીકાર્યો છે જ અને સરકારે પણ ઑફિશ્યલી એને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. એનું કારણ છે ગરમી. જો લોકો ગરમીમાં પણ હેવી સૂટ જેવું પહેરીને આવે તો તેમને વધુ ગરમી લાગે અને ઍર-કન્ડિશનરનું તાપમાન નીચું સેટ કરવું પડે. એનાથી વધુ એનર્જી ખર્ચાય અને એને કારણે ગ્લોબલ વૉર્મિંગ પણ વધુ થાય. એના બદલે ટોક્યો શહેરમાં ઑફિશ્યલ કૂલ બ્રીઝ અભિયાન અંતર્ગત ઊર્જાબચત માટે કર્મચારીઓને હળવાં અને આરામદાયક કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું છે. અહીં ઑફિસોમાં ઍર-કન્ડિશનરનું તાપમાન ૨૮ ડિગ્રી પર જ સેટ કરવામાં આવે છે, એનાથી જરાય ઓછું નહીં.


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 08:01 AM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK