યુક્રેને કહ્યું કે બન્ને જહાજ અન્ય દેશોના ધ્વજની આડશે રશિયન તેલ લઈ જઈ રહ્યાં હતાં એટલે અમે અટૅક કર્યો
બ્લૅક સીમાં પાણીની અંદરના સી બેબી ડ્રોન દ્વારા બે રશિયન ઑઇલ ટૅન્કર ‘વિરાટ’ અને ‘કૈરોસ’ પર હુમલો કરવામાં આવ્યો હતો.
બ્લૅક સીમાં પાણીની અંદરના સી બેબી ડ્રોન દ્વારા બે રશિયન ઑઇલ ટૅન્કર ‘વિરાટ’ અને ‘કૈરોસ’ પર હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. બન્ને જહાજોને રશિયાના ‘શૅડો ફ્લીટ’નો ભાગ માનવામાં આવે છે. તેઓ પ્રતિબંધોથી બચવા માટે વિવિધ દેશોના ધ્વજ હેઠળ રશિયન તેલનું પરિવહન કરે છે. પહેલો હુમલો શુક્રવારે અને બીજો હુમલો શનિવારે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જાનહાનિ થઈ નથી, માત્ર જહાજો ફરી વાપરી શકાય એવી સ્થિતિમાં રહ્યાં નથી. જહાજમાં રહેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.


