Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જપાને એવું કૃત્રિમ લોહી બનાવી દીધું જે કોઈ પણ બ્લડગ્રુપવાળી વ્યક્તિને ચડાવી શકાશે

જપાને એવું કૃત્રિમ લોહી બનાવી દીધું જે કોઈ પણ બ્લડગ્રુપવાળી વ્યક્તિને ચડાવી શકાશે

Published : 31 May, 2025 02:51 PM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેડિકલ ક્ષેત્રે થયેલી આ ક્રાન્તિની ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે : આ ટ્રાયલ સફળ થશે તો ૨૦૩૦ સુધીમાં કોઈ પણ બ્લડગ્રુપ ધરાવતી વ્યક્તિને ઇમર્જન્સીમાં આ લોહી ચડાવી શકાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જપાનની નારા મેડિકલ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ કૃત્રિમ લોહી તૈયાર કરવામાં સફળતા મેળવી છે. આ સિન્થેટિક લોહી લૅબોરેટરીમાં બનાવેલું છે જેમાં લાલ રક્તકણો અને પ્લેટલેટ્સનું સંયોજન છે. આ કૉમ્બિનેશનને કારણે શરીરમાં ઑક્સિજનનું વહન સરળ બને છે અને વહેતું લોહી અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે આ લોહીની ખાસિયત એ છે કે એમાં કોઈ ચોક્કસ બ્લડ-ટાઇપ નથી હોતું. એનાથી રોગપ્રતિકારક પ્રતિભાવ ટ્રિગર નથી થતો એને કારણે યુનિવર્સલી એટલે કે કોઈ પણ બ્લડગ્રુપ ધરાવતી વ્યક્તિને આપી શકાય એમ છે.


આ કૃત્રિમ લોહીની શેલ્ફ-લાઇફ પણ સારી છે. એને સાચવવા માટે બહુ મોટી ટેક્નૉલૉજીની કે મોંઘાં સાધનોની પણ જરૂર નથી. રૂમ-ટેમ્પરેચર પર આ લોહી બે વર્ષ સુધી સારું રહી શકે છે.



આ કૃત્રિમ લોહીની પ્રાથમિક ક્લિનિકલ ટ્રાયલ સફળ થઈ છે અને હવે એ મોટા પાયે પ્રયોગમાં મુકાવા જઈ રહી છે. જપાન પહેલો દેશ છે જ્યાં આર્ટિફિશ્યલ બ્લડની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ હોય. મેડિકલ ક્ષેત્રે એ ક્રાન્તિથી કમ નથી. હવે ૧૦૦થી ૪૦૦ મિલીલીટર જેટલું કૃત્રિમ લોહી વ્યક્તિમાં ચડાવવાનું લાંબા ગાળે કેટલું સેફ છે એ નોંધવામાં આવશે. જો બધું જ સમુંસૂતરું પાર ઊતરશે તો ૨૦૩૦ સુધીમાં કૃત્રિમ લોહી લોકોની સારવારમાં વાપરવાનું શરૂ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2025 02:51 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK