સાઉથ કોરિયામાં શી જિનપિંગ સાથેની તેમની બહુપ્રતિક્ષિત મુલાકાતની ૬૦ મિનિટ પહેલાં ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં ડોનલ્ડ ટ્રમ્પે ઉપરોક્ત વાત કરી હતી
					
					
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એક ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘અમેરિકા પાસે દુનિયાને ૧૫૦ વખત ઉડાવી દેવા માટે પૂરતાં પરમાણુ શસ્ત્રો છે. અમારી પાસે અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે અને મને લાગે છે કે અમારે પરમાણુ નિઃશસ્ત્રીકરણ વિશે કંઈક કરવું જોઈએ. મેં ખરેખર રશિયાના પ્રેસિડન્ટ પુતિન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ બન્ને સાથે આ વિશે ચર્ચા કરી હતી. રશિયા પાસે ઘણાં બધાં પરમાણુ શસ્ત્રો છે અને ચીન પાસે ઘણું હશે. રશિયા અને ચીનની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓને ધ્યાનમાં લીધા પછી અમેરિકાએ પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ વિશેનો નિર્ણય લીધો હતો.’
સાઉથ કોરિયામાં શી જિનપિંગ સાથેની તેમની બહુપ્રતિક્ષિત મુલાકાતની ૬૦ મિનિટ પહેલાં ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં ડોનલ્ડ ટ્રમ્પે ઉપરોક્ત વાત કરી હતી. બેઠકના કલાકો પછી ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર જણાવ્યું હતું કે મેં સંરક્ષણ વિભાગને તાત્કાલિક પરમાણુ પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
		        	
		         
        

