યુનાઇટેડ નેશન્સ (UN)ની સલાહકાર શિખા ગર્ગ UN પર્યાવરણીય સભામાં હાજરી આપવા માટે નાઇરોબી જઈ રહી હતી
શિખા ગર્ગ
વિમાન બનાવતી કંપની બોઇંગને ૨૦૧૯માં ઇથિયોપિયન ઍરલાઇન્સ 737 MAX ક્રૅશમાં મૃત્યુ પામેલી દિલ્હીની શિખા ગર્ગના પરિવારને ૩૫.૮૫ મિલ્યન ડૉલર એટલે કે આશરે ૩૧૮ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચુકવણીમાં ૨૮ મિલ્યન ડૉલરની ચુકાદાની રકમ સાથે ૨૬ ટકા વ્યાજ અને ૩.૪૫ મિલ્યન ડૉલર (આશરે ૩૦.૬૦ કરોડ રૂપિયા) શિખાના પતિ સૌમ્ય ભટ્ટાચાર્યને આપવાના સામેલ છે. આ દુર્ઘટનામાં ૧૫૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને એ સંદર્ભની આ પ્રથમ સિવિલ ટ્રાયલ હતી. બુધવારે બન્ને પક્ષો ઉપરોક્ત સમાધાન પર પહોંચ્યા હતા અને બદલામાં તેઓ બોઇંગ સામે હવે અપીલ નહીં કરવા સંમત થયા હતા.
યુનાઇટેડ નેશન્સ (UN)ની સલાહકાર શિખા ગર્ગ UN પર્યાવરણીય સભામાં હાજરી આપવા માટે નાઇરોબી જઈ રહી હતી. તેનાં થોડા સમય પહેલાં જ લગ્ન થયાં હતાં. તેના પરિવારે દાવો દાખલ કર્યો હતો કે 737 MAX ખામીયુક્ત રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને બોઇંગ લોકોને એનાં જોખમો વિશે ચેતવણી આપવામાં નિષ્ફળ ગઈ હતી.


