Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વૉરન બફેટે ૫૧,૨૯૧ કરોડ રૂપિયાની કરી ચૅરિટી

વૉરન બફેટે ૫૧,૨૯૧ કરોડ રૂપિયાની કરી ચૅરિટી

Published : 30 June, 2025 08:16 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાની સંપત્તિના મોટા હિસ્સાને ૨૦ વર્ષથી દાન કરતા વૉરન બફેટે આ વર્ષે બર્કશાયર હૅથવેના ૬૦૦ કરોડ ડૉલરના શૅર દાન કર્યા હતા : શુક્રવારે તેઓ વિશ્વના પાંચમા સૌથી અમીર હતા, આ દાન પછી છઠ્ઠા નંબરે આવ્યા છે

વૉરન બફેટે

વૉરન બફેટે


છેલ્લાં ૨૦ વર્ષથી અમેરિકન ઇન્વેસ્ટર અને પરોપકારી વૉરન બફેટ દર વર્ષે તેમની કમાણીમાંથી મોટો હિસ્સો દાનમાં આપતા આવ્યા છે. આ વખતે તેમણે બર્કશાયર હૅથવે કંપનીના લગભગ ૬૦૦ કરોડ ડૉલરના શૅર દાન કરી દીધા છે જેની કિંમત લગભગ ૫૧,૨૯૧ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ અત્યાર સુધીનાં વર્ષોમાં તેમણે કરેલા દાનમાં સર્વાધિક છે. ફૉર્બ્સ મૅગેઝિન અનુસાર શુક્રવારે આટલી મોટી રકમ દાન કર્યા પહેલાં તેઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે હતા અને દાન પછી તેઓ છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે.


આ વર્ષે તેમણે ૬૦૦ કરોડ ડૉલરનું દાન કર્યું છે, જ્યારે ૨૦૨૪માં તેમણે ૫૩૦ અબજ ડૉલર અને ૨૦૨૩માં તેમણે ૧૧૪ અબજ ડૉલરનું દાન કર્યું હતું. તેઓ ૨૦૦૬ની સાલથી કમાણીમાંથી ચોક્કસ હિસ્સો ચૅરિટીમાં આપતા આવ્યા છે.



આ વર્ષે વૉરન બફેટે ગેટ્સ ફાઉન્ડેશનને ૯.૪૩ મિલ્યન શૅર અને સુઝૅન થૉમ્પ્સન બફેટ ફાઉન્ડેશનને ૯.૪૨ લાખ શૅર આપ્યા છે અને એ ઉપરાંત તેમનાં સંતાનો હાવર્ડ, સૂઝી અને પીટર દ્વારા સંચાલિત ત્રણ ચૅરિટી સંસ્થાઓમાં ૬.૬ લાખ શૅર દાન કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2025 08:16 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK