પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે શ્રીલંકામાં છે. કોલંબોમાં રાષ્ટ્રપતિ સચિવાલયમાં પહોંચ્યા બાદ તેમનું ભવ્ય ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. રેડ કાર્પેટ રિસેપ્શનથી લઈને ગાર્ડ ઑફ ઑનર સુધી, આ બાબતો ભારત અને શ્રીલંકા વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે. પીએમ મોદીનું કોલંબોમાં આગમન થાઇલૅન્ડની મુલાકાત પછી થયું હતું, જ્યાં તેમણે થાઈ પ્રધાનમંત્રી પેટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી અને BIMSTEC સમિટમાં હાજરી આપી હતી. શ્રીલંકામાં પીએમ મોદીનું સ્વાગત કરનારા સમારોહની એક ઝલક અહીં છે.