રાયગડ, રાજગડ, પ્રતાપગડ, પન્હાળા, શિવનેરી, લોહગડ, સાલ્હેર, સિંધુદુર્ગ, વિજયદુર્ગ, સુવર્ણદુર્ગ, ખાંદેરી અને તામિલનાડુના ઝીંઝી આ ૧૨ કિલ્લાનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને મહારાષ્ટ્રના કૅબિનેટ મિનિસ્ટર આશિષ શેલારે UNESCOની જાહેરાતને મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવીને ઊજવી હતી.
યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (UNESW) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં હવે છત્રપતિ શિવાજી મહારાજના કાળના ૧૨ કિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ૧૨ કિલ્લામાંથી ૧૧ મહારાષ્ટ્રમાં છે અને એક તામિલનાડુમાં છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘રાયગડ, રાજગડ, પ્રતાપગડ, પન્હાળા, શિવનેરી, લોહગડ, સાલ્હેર, સિંધુદુર્ગ, વિજયદુર્ગ, સુવર્ણદુર્ગ, ખાંદેરી અને તામિલનાડુના ઝીંઝી આ ૧૨ કિલ્લાનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.’

