Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રવિવારે ફટાકડાને કારણે આગની ૧૩૭ ચિંતાજનક ઘટનાઓ નોંધાઈ

રવિવારે ફટાકડાને કારણે આગની ૧૩૭ ચિંતાજનક ઘટનાઓ નોંધાઈ

Published : 10 November, 2026 08:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે ફટાકડાને કારણે આગની ૧૩૭ ચિંતાજનક ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં ફાયરબ્રિગેડના બે જવાનો ઘાયલ થયા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં આ દિવાળી દરમ્યાન આગની ઘટનાઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે રવિવારે ફટાકડાને કારણે આગની ૧૩૭ ચિંતાજનક ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં ફાયરબ્રિગેડના બે જવાનો ઘાયલ થયા હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ એક જ દિવસમાં નોંધાયેલી આ સંખ્યા અગાઉનાં વર્ષોના સમગ્ર દિવાળી સમયગાળા દરમ્યાન ફટાકડાને કારણે લાગેલી આગની કુલ સંખ્યા (૨૦૨૪માં ૮૦ અને ૨૦૨૫માં ૧૧૩) કરતાં પણ વધારે છે. આ વર્ષે ૬ નવેમ્બરથી ૯ નવેમ્બરની વચ્ચે આગની નાનીમોટી કુલ ૨૦૦ ઘટનાઓ ફટાકડાને કારણે બની હતી, જે ૨૦૨૪ અને ૨૦૨૫ના સમગ્ર દિવાળી સમયગાળાના આંકડાઓ કરતાં વધુ છે.
આ વર્ષે માત્ર દિવાળીની રાતે રવિવારે જ આગની ૧૪૨ ઘટનાઓ નોંધાઈ હતી. આ અચાનક વધારાને કારણે મુંબઈ ફાયરબ્રિગેડ પર ભારે પ્રેશર આવ્યું હતું, કારણ કે તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં એકસાથે અનેક મોટી આગની ઘટનાઓને કાબૂમાં લેવી પડી હતી.
એક ફાયર-ઑફિસરે કહ્યું હતું કે વિદ્યાવિહારમાં જ્યારે અમે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પણ ત્યાંના રહેવાસીઓ ફટાકડા ફોડવાનું ચાલુ રાખતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK