ત્યારે નજીકમાં મેટ્રો સ્ટેશનના કામ માટે ખોદેલા ખાડામાં વરસાદનું પાણી ભરાયેલું હોવાથી તેને અંદાજ ન રહ્યો અને તે ઊંડા ખાડામાં પડી ગયો હતો. તેને તાત્કાલિક ગુરુનાનક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બાંદરા-ઈસ્ટમાં મેટ્રો સ્ટેશનના કામ માટે ખોદવામાં આવેલા મોટા ખાડામાં પડી જતાં ૧૪ વર્ષના કિશોરનો જીવ ગયો હતો. ખેરવાડીમાં રહેતો ફૈઝાન ખાન નામનો કિશોર સાતમા ધોરણમાં ભણતો હતો. સ્કૂલથી આવીને તે વરસાદમાં બહાર રમવા ગયો હતો. ત્યારે નજીકમાં મેટ્રો સ્ટેશનના કામ માટે ખોદેલા ખાડામાં વરસાદનું પાણી ભરાયેલું હોવાથી તેને અંદાજ ન રહ્યો અને તે ઊંડા ખાડામાં પડી ગયો હતો. તેને તાત્કાલિક ગુરુનાનક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ફૈઝાનની મમ્મી શબાના ખાને કહ્યું હતું કે કામ ચાલતું હતું ત્યાં કોઈ જાતની ચેતવણી કેમ મૂકવામાં નહોતી આવી. જયકુમાર કન્સ્ટ્રક્શન આ સાઇટના કૉન્ટ્રૅક્ટર છે જેમના તરફથી હજી કોઈ નિવેદન આવ્યું નથી.

