રવિવારે ‘સેવ આરે ફૉરેસ્ટ’ શીર્ષક હેઠળ આરેના રહેવાસીઓ, પર્યાવરણવાદીઓ અને પ્રકૃતિપ્રેમીઓએ ભેગા મળીને ૧૫૦મું વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
ગઈ કાલે આરે કૉલોનીમાં વિરોધ-પ્રદર્શન કરતા ઍક્ટિવિસ્ટો. તસવીર: નિમેશ દવે
મેટ્રોનું કારશેડ બનાવવા માટે આરેનાં હજારો ઝાડનું નિકંદન નીકળી રહ્યું છે. મુંબઈનાં ફેફસાં ગણાતા આરેના જંગલને બચાવવા માટે પર્યાવરણવિદો અને પ્રકૃતિપ્રેમીઓ વર્ષોથી આવી યોજનાઓનો વિરોધ કરે છે. રવિવારે ‘સેવ આરે ફૉરેસ્ટ’ શીર્ષક હેઠળ આરેના રહેવાસીઓ, પર્યાવરણવાદીઓ અને પ્રકૃતિપ્રેમીઓએ ભેગા મળીને ૧૫૦મું વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
આરેના જંગલને બચાવવાની અરજી સરકારના કાને અથડાય એ માટે ૨૦૨૨ની ૩ જુલાઈએ ‘સેવ આરે ફૉરેસ્ટ’ નામે પહેલું વિરોધ-પ્રદર્શન યોજાયું હતું. ત્યાર બાદ સમયાંતરે નાગરિકો દ્વારા આવાં પ્રદર્શનો યોજવામાં આવે છે. રવિવારે આરેના બિરસા મુંડા ચોક ખાતે લોકોએ ભેગા મળીને પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે મુંબઈનાં ફેફસાં કહી શકાય એવી જગ્યાઓ હવે ઓછી બચી છે તો એને જાળવવી જોઈએ તેમ જ આર્થિક લાભ ખાતર ફૉરેસ્ટ, વાઇલ્ડલાઇફ કે એમાં રહેતા લોકોનો ઉપયોગ બંધ કરવો જોઈએ.

