સાનપાડાના એક ઘરમાંથી પોલીસે બુધવારે શંકર કોટેકર, નારાયણ દેવગડે અને ભારત રુડેને ઝડપી લીધા હતા
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના સાનપાડામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ચાલી રહેલી મૅચ પર બેટિંગ લેવાઈ રહી હોવાની માહિતી મળતાં પોલીસે કાર્યવાહી કરી હતી. સાનપાડાના એક ઘરમાંથી પોલીસે બુધવારે શંકર કોટેકર, નારાયણ દેવગડે અને ભારત રુડેને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી લૅપટૉપ, મોબાઇલ વગેરે મળીને ૨.૬૬ લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી. તેમની સામે મહારાષ્ટ્ર ગૅમ્બલિંગ પ્રિવેન્શન ઍક્ટ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.

