તેનું આવું વર્તન જોઈને રવીનાની દીકરીનું પડી ગયું હતું મોઢું
અનન્યા પાંડે
અનન્યા પાંડેએ બૉલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તેની પાસે ઍન્ડૉર્સમેન્ટ માટે ટૉપની બ્રૅન્ડ્સ છે અને ઍક્ટર તરીકે પણ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અનન્યાએ હાલમાં મુંબઈમાં પોતાનું ઘર પણ લઈ લીધું છે.જોકે હાલમાં એક ઇવેન્ટમાં અનન્યાનું વર્તન જોઈને લોકોને બહુ આંચકો લાગ્યો હતો. આ ફંક્શનમાં અનન્યા હાલમાં ચર્ચામાં આવેલી ઍક્ટ્રેસ રાશા થડાણીની બાજુમાં બેઠી હતી છતાં તેણે રાશાની સદંતર અવગણના કરી હતી.
હાલમાં આ ઇવેન્ટનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. આ ફંક્શનમાં અનન્યા બ્લૅક બૉડીકૉન ડ્રેસમાં ખૂબસૂરત દેખાતી હતી. તે ફૅશન વીકમાં બેસવા માટે સીટ શોધી રહી હતી ત્યારે તેને રાશાની બાજુની સીટ ખાલી હોવાને કારણે ત્યાં જ બેસવાની ફરજ પડી હતી. જોકે આ સ્થિતિમાં અનન્યા આસપાસના બધા લોકોને મળી હતી, પણ તેણે રાશાની સદંતર અવગણના કરી હતી. અનન્યાનું આ વર્તન જોઈને રાશાનું મોઢું પડી ગયું હતું.
ADVERTISEMENT
ઇન્ટરનેટ પર અનન્યાના આવા વલણની આકરી ટીકા થઈ હતી.

