Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાવધાન! SIR ફૉર્મ અપડેટ કરવાના નામે સાઇબર ઠગોનો નવો કીમિયો

સાવધાન! SIR ફૉર્મ અપડેટ કરવાના નામે સાઇબર ઠગોનો નવો કીમિયો

Published : 05 August, 2026 07:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેમ્બુરનાં વૃદ્ધાએ ગુમાવ્યા ૧૧.૨૮ લાખ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચેમ્બુરના રોડ-નંબર ૧૧ પર આવેલી એક સોસાયટીમાં રહેતાં અને બાંધકામ-ક્ષેત્રની જાણીતી કંપનીમાંથી નિવૃત્ત થયેલાં ૭૯ વર્ષનાં વૃદ્ધા સાથે સાઇબર ઠગાઈની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ સરનામું અપડેટ કરવાના નામે વૉટ્સઍપ પર મોકલેલી અૅન્ડ્રૉઇડ પૅકેજ કિટ (APK) લિન્ક પર ક્લિક કરતાં જ તેમના બૅન્ક-ખાતામાંથી ૧૧.૨૮ લાખ રૂપિયા ઊપડી ગયા હતા. આ મામલે ગઈ કાલે તેમણે પૂર્વ વિભાગ સાઇબર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ગઠિયાએ પોતાની ઓળખ ચૂંટણીપંચના અધિકારી ચંદ્રશેખર તરીકે આપીને વૃદ્ધાનો વિશ્વાસ જીત્યો હતો. તેણે જણાવ્યું કે ચૂંટણીપંચની મતદારયાદીમાં તેમનું નામ જૂના સરનામે દર્શાવી રહ્યું છે અને નવા સરનામે નામ અપડેટ કરવા માટે તેમની ટીમ બધા પાસે ઑનલાઇન SIR ફૉર્મ ભરાવી રહી છે. આમ કહીને ગઠિયાએ વૉટ્સઍપ પર ECI-Customer_Support.apk નામની APK ફાઇલ મોકલી હતી. એના પર ક્લિક કરતાંની સાથે જ માત્ર ૭ મિનિટમાં ખાતામાંથી પૈસા ઊપડી ગયા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. 

શું હતો ઘટનાક્રમ?
ચેમ્બુરમાં રહેતાં મહિલાનો પહેલી ઑગસ્ટે સાઇબર ગઠિયાએ વૉટ્સઍપ પર ચૂંટણીપંચના અધિકારી ચંદ્રશેખર તરીકે ઓળખ આપીને સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું હતું કે મતદારયાદીમાં તેમનું નામ જૂના સરનામે દર્શાવી રહ્યું છે અને ઑનલાઇન SIR ફૉર્મ ભરીને સરનામું અપડેટ કરવા માટે તેમની ટીમ કામ કરી રહી છે.
સાઇબર ગઠિયાએ ચૂંટણીપંચનો લોગો વાપરીને વૉટ્સઍપ પર એક લિન્ક તથા ECI-Customer_Support.apk નામની APK ફાઇલ મોકલી હતી અને એ મોબાઇલમાં ડાઉનલોડ કરવા જણાવ્યું હતું.
વૃદ્ધાએ વિશ્વાસ રાખીને એ APK ફાઇલ પર ક્લિક કરતાં જ ગઠિયાઓએ તેમના મોબાઇલનો ઍક્સેસ મેળવી લીધો હતો. ત્યાર બાદ વૃદ્ધાની સંમતિ વગર જ તેમના ખાતામાંથી કુલ ૧૧,૨૮,૧૫૩ રૂપિયાની રકમ અન્ય ખાતાંઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી.
પોતાના ખાતામાંથી એક પછી એક પૈસા કપાવાના મેસેજ મળતાં મહિલાને છેતરપિંડીનો ખ્યાલ આવતાં જ તેમણે તાત્કાલિક સાઇબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પૂર્વ વિભાગ સાઇબર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સાઇબર પોલીસે વૉટ્સઍપ પર SIR નામે આવતી કોઈ પણ ફાઇલ પર ક્લિક કરતાં પહેલાં સાવચેત રહેવાની અપીલ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK