સવારથી સાંજ સુધી ચાલેલા આ કૅમ્પમાં ‘મિડ-ડે’ના કર્મચારીઓએ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું
‘મિડ-ડે’ દ્વારા આયોજિત કરવામાં આવેલા કૅમ્પમાં બ્લડ ડોનેટ કરી રહેલા કર્મચારીઓ.
ઇંગ્લિશ મિડ-ડેની ૪૫મી વર્ષગાંઠ આવી રહી છે એ નિમિત્તે ગઈ કાલે ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી બ્લડ સેન્ટર (IRCS)ના સહયોગથી ‘મિડ-ડે’ની ઑફિસમાં બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી સાંજ સુધી ચાલેલા આ કૅમ્પમાં ‘મિડ-ડે’ના કર્મચારીઓએ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું. મેડિકલ એક્સપર્ટ્સે બ્લડ ડોનેટ કરવા પહોંચેલા કર્મચારીઓનું હીમોગ્લોબિન અને બ્લડપ્રેશર ચેક કર્યાં હતાં. જેઓ બ્લડ આપવા માટે યોગ્ય ગણાયા હતા તેમને જ બ્લડ ડોનેટ કરવા દેવાયું હતું.
‘મિડ-ડે’ના હ્યુમન રિસોર્સિસ વિભાગના પ્રતિનિધિએ કહ્યું હતું કે ‘બ્લડની જરૂર હોય તેમને બ્લડ મળી રહે એવા ઉદ્દેશથી આ કૅમ્પના આયોજન સાથે ન્યુઝપેપરની ઍનિવર્સરીની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. IRCSના સહયોગથી બ્લડ ડોનેશન કૅમ્પનું સફળ આયોજન થઈ શક્યું. અમારા માટે ખુશીની વાત છે કે અમે યોગદાન આપી શક્યા. ભવિષ્યમાં પણ આવા કૅમ્પનું આયોજન કરવામાં આવશે.’

