મૂળમાં એ જગ્યા પર મીઠાના અગર હતા અને એ જગ્યા હવે રાજ્ય સરકારને લીઝ પર આપવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર
ભાંડુપ-ઈસ્ટમાં રામનગર ટ્રોલી લેન પાસે આવેલી ઝાડીઓમાં ગઈ કાલે બપોરે ૧૨.૧૮ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ એક જ કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં કોઈને ઈજા થવાના અહેવાલ નથી. મૂળમાં એ જગ્યા પર મીઠાના અગર હતા અને એ જગ્યા હવે રાજ્ય સરકારને લીઝ પર આપવામાં આવી છે. આની પાછળ જ મેટ્રો ૪ અને ૬ના પ્રસ્તાવિત કારશેડની જગ્યા આવી છે.

