મિડ-ડે કપની ૧૭મી સીઝનની ગઈ કાલે શરૂઆત થઈ હતી
તસવીર : સતેજ શિંદે
કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં મુંબઈની વિવિધ ગુજરાતી જ્ઞાતિઓની ક્રિકેટ ટુર્નામેન્ટ મિડ-ડે કપની ૧૭મી સીઝનની ગઈ કાલે શરૂઆત થઈ હતી. એની ઓપનિંગ સેરેમનીમાં આ સીઝન માટેની ટ્રોફીનું અનાવરણ ટાઇટલ સ્પૉન્સર પૅરાડાઇમ રિયલ્ટીના ચીફ સેલ્સ ઍન્ડ માર્કેટિંગ ઑફિસર હિતેશ લાલચંદાની, અસોસિએટ સ્પૉન્સર જસ્ટ પ્રૉપર્ટીઝના પ્રશાંત વિઠલાણી તેમ જ મિડ-ડે ઇન્ફોમીડિયાનાં CFO રાજશ્રી બોલઇકરના હસ્તે કરવામાં આવ્યું હતું.

